Not Set/ પાન એસોસીએસન અને જ્વેલર્સ એસોસીએસન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે .દિન પ્રતિદિન રોકેટની ગતિએ કેસો વધતા જોવા મળી રહ્યા છે તેમાં પણ 4 મહાનગરો માં રાજકોટમાં પણ કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે .જેના લીધે હાલત ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. વધતા જતા કેસ ને લઈને આજે મુખ્ય મંત્રી રાજકોટ આવ્યા હતા […]

Gujarat Rajkot
Untitled 111 પાન એસોસીએસન અને જ્વેલર્સ એસોસીએસન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે .દિન પ્રતિદિન રોકેટની ગતિએ કેસો વધતા જોવા મળી રહ્યા છે તેમાં પણ 4 મહાનગરો માં રાજકોટમાં પણ કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે .જેના લીધે હાલત ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. વધતા જતા કેસ ને લઈને આજે મુખ્ય મંત્રી રાજકોટ આવ્યા હતા અને બેઠક યોજી હતી.

વધતી જતી પરિસ્થિતિને લઈને  રાજકોટના પાન એસોસીએસન દ્વારા શની રવિ પાનના ગલ્લા બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે .આ ઉપરાંત  રાજકોટમાં ટોચના જ્વેલર્સોનું સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં આજ સાંજથી જ લોકો આ લોકડાઉન માં જોડશે.જે શની રવિ 2 દિવસ બંધ રહેશે.તેમજ તમામને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટ ના ચેમ્બર ઓફ કોર્મસના લોકો પણ આ નિર્ણયને સમર્થન આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…