Himachal Pradesh/ હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ, તાશિગાંગમાં આ વખતે મતદારોએ ઈતિહાસ રચ્યો

ચૂંટણી પંચે હજુ સુધી મતદાનની ટકાવારી જાહેર કરી નથી હિમાચલ પ્રદેશમાં તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં ​​કેદ થઈ ગયું છે. હવે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે…

Top Stories India
Himachal Pradesh Election

Himachal Pradesh Election: હિમાચલ પ્રદેશની ચૂંટણી જંગનો અંત આવી ગયો છે. હિમાચલની 68 વિધાનસભા બેઠકો માટે શુક્રવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. રાજ્યના 7,881 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 70 ટકા મતદાન થવાની સંભાવના છે. જો કે ચૂંટણી પંચે હજુ સુધી મતદાનની ટકાવારી જાહેર કરી નથી હિમાચલ પ્રદેશમાં તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં ​​કેદ થઈ ગયું છે. હવે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. છેલ્લા 37 વર્ષથી હિમાચલ પ્રદેશમાં સરકાર બદલવાની પ્રથા ચાલી રહી છે. 1985થી અત્યાર સુધી એક પણ પાર્ટી ફરી સરકાર બનાવી શકી નથી. જો કે તમામ પક્ષો મતદાન બાદ પોતાની જીત પર દાવ લગાવી રહ્યા છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બનશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે.

તાશિગાંગ મતદાન મથકમાં 100 ટકા મતદાન

વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક તાશિગાંગમાં આ વખતે મતદારોએ ઈતિહાસ રચ્યો છે. તાશિગાંગ મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. આ કેન્દ્રમાં 52 મતદારોએ મતદાન કરવાનું હતું. તમામ 52 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને અજાયબી કરી બતાવી છે.

સિરમૌરમાં 72 ટકા મતદાન

શિમલામાં 65.66, સોલનમાં 68.48, બિલાસપુરમાં 65.72, મંડી 66.75, હમીરપુર 64.74, ઉના 67.67, કાંગડા 63.95, ચંબા 63.09, કુલ્લુ 64.59, લાહૌલ-સ્પીતિમાં 65.75 ટકા અને 52.50 કલાક સુધી 65 ટકા મતદાન નોંધાયું હતું.

મતદારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા

સોલન જિલ્લાના દૂનમાં વિલનવલી બૂથ 82-83 પર મતદારોએ નિરીક્ષકની સામે સૂત્રોચ્ચાર કર્યા. મતદારોએ આક્ષેપ કર્યો હતો કે અહીં EVM મશીન ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સવારના આઠ વાગ્યાથી લોકો ઉભા છે અને બપોરે એક વાગ્યા સુધી નંબર આવ્યો નથી. કુનિહારની કોઠી પંચાયતના નમહોલ બૂથ પર લોકોએ આવો જ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો: Video/જંગલ સફારી કરતા લોકોની કારમાં ઘુસી સિંહણ, પછી જે થયું તેના પર નહીં થાય