Gujarat election 2022/ હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ મતદાન નક્કી કરશે કે પ્રજા પરિવર્તન ઇચ્છે છે કે પુનરાવર્તન.

Top Stories Gujarat
Anurag thakur હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે

Himachal Pradeshમાં 68 બેઠકની વિધાનસભા ચૂંટણી (assembly election) માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ મતદાન નક્કી કરશે કે પ્રજા પરિવર્તન ઇચ્છે છે કે પુનરાવર્તન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi), ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા (Jagarprakash Nadda) અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે (Jairam thakur) પૂરી તાકાતથી પ્રચાર કર્યો છે. આ વખતની ચૂંટણીમાં ફક્ત નડ્ડા અને જયરામ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની(Amit shah) વિશ્વસનીયતા પણ દાવ પર લાગેલી છે. ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Himachal election હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે

ઉલ્લેખનીય છે કે 2021ની પેટાચૂંટણી (byelection) જયરામ ઠાકુર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સુરેશ કશ્યપના (Suresh Kashyap) ચહેરા પર લડાઈ હતી. તેઓએ કરેલા કામોને ગણાવવામાં આવ્યા હતા, પરંતુ ભાજપે ચારેય બેઠક ગુમાવી હતી. તેથી ભાજપે આ વખતે ચૂંટણી લડવા જયરામ ઠાકુરને આગળ કરવાના બદલે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનું પસંદ કર્યુ છે.

ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ રાજ્યના મતદારોને અપીલ કરી હતી કે તેમનો મત કેન્દ્રમાં મોદી સરકારને મજબૂત કરશે. તેથી આ તેમનો દરેક મત જયરામ ઠાકુરને નહી તેમને મળી રહ્યો છે તેવો તેમનો સંદેશ હતો. અન્ય નેતાઓએ પણ તમામ જાહેર સભાઓમાં મોદી અને મોદી સરકારના કામોના નામે વોટ માંગ્યા હતા. મોદીએ પ્રચારના છેલ્લા દિવસે રાજ્યના મતદારોને પત્ર પણ લખ્યો હતો અને અખબારો દ્વારા તે પત્ર લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ભાજપ ઇચ્છતું હતું કે આ ચૂંટણી કોઈપણ રીતે કોંગ્રેસ વિરુદ્ધ મોદીની બને. ઉલ્લેખનીય છે કે 2014 પછી મહદ અંશે વિધાનસભા ચૂંટણીમાં પણ લોકો ભાજપમાં મોદીના ચહેરાના નામે જ મત આપે છે. બીજી બાજુએ કોંગ્રેસ તેની આંતરિક જૂથબંધીમાં વ્યસ્ત છે. તેની સાથે રાહુલ ગાંધીએ કે પ્રિયંકા ગાંધીએ પ્રચાર માટે આવવાની તસ્દી પણ લીધી નથી.