Not Set/ નીરવ મોદી મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારનુ નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નીરવ મોદી પર મોટુ નિવેદન આપ્યુ છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે કામ કરી રહ્યા છીએ અને અમે સારી રીતે જાણીએ છીએ કે તે બ્રિટનમાં છે. તેઓએ ઉમેર્યુ કે નીરવ મોદી લંડનમાં ખુલ્લે આમ ફરતા  જોવા મળી રહ્યા છે. તેનો મતલબ એવો નથી કે અમે તેને […]

World Videos
mantavya 210 નીરવ મોદી મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારનુ નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નીરવ મોદી પર મોટુ નિવેદન આપ્યુ છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે કામ કરી રહ્યા છીએ અને અમે સારી રીતે જાણીએ છીએ કે તે બ્રિટનમાં છે.

તેઓએ ઉમેર્યુ કે નીરવ મોદી લંડનમાં ખુલ્લે આમ ફરતા  જોવા મળી રહ્યા છે. તેનો મતલબ એવો નથી કે અમે તેને તરત જ ભારત લાવીશું. આ માટેની અમુક પ્રક્રિયા હોય છે.

જે અમે કરી રહ્યા છીએ, અમે ગયા વર્ષે ઓગસ્ટમાં નીરવ મોદીને છોડવાની વિનંતી કરી હતી. અમે સારી રીતે જાણીએ છીએ કે તે બ્રિટનમાં છે. અમે ઇડી અને સીબીઆઈ પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તેના પરત મોકલવાની વિનંતી કરી છે. પરંતુ બ્રિટથી હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય અધિકારીઓની અરજી પર નીરવ મોદીની ધરપકડ માટે ગયા વર્ષે જુલાઇમાં ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પણ રજૂ કરી, પરંતુ હજુ પણ ધરપકડથી બહાર છે.

અબજોપતિ જ્વેલર્સ નીરવ મોદી અને તેમના મામ મેહુલ ચોકસીએ PNBમાં અંદાજે 14000 કરોડના ગોટાળાને અંજામ આપ્યો છે. ગોટાળાનો પર્દાફાશ થયો તે પહેલાં બંને ગયા વર્ષે જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયા હતા.