Sacrifices/ હમાસ સામે જંગઃ ભારતીય મૂળની ત્રણ યુવતીઓએ શહીદી વહોરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલતા યુદ્ધમાં ભારતીય મૂળની ત્રણ યુવતીઓએ પણ શહીદી વહોરી છે. બંને યુવતીઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)નો હિસ્સો હતી.

Top Stories India
Sacrifice હમાસ સામે જંગઃ ભારતીય મૂળની ત્રણ યુવતીઓએ શહીદી વહોરી

તેલઅવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલતા યુદ્ધમાં ભારતીય મૂળની ત્રણ યુવતીઓએ પણ શહીદી વહોરી છે. બંને યુવતીઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)નો હિસ્સો હતી. આ અંગે બે યુવતીઓની વિગત તો મળી ગઈ છે, પરંતુ હજી સુધી ત્રીજી યુવતીની વિગત મળી નથી.

ઇઝરાયેલ વતી લડતી આ ત્રણેય યુવતીઓ મહારાષ્ટ્રના ભારતીય યહૂદી સમાજ સાથે સંબંધ ધરાવતી હતી. ઇઝરાયેલના લશ્કરમાં સામેલ એક યુવતીનું નામ ઓર મોઝેસ છે. તે ઇઝરાયલના લશ્કરમાં ફિસર હતી. તે હમાસ સામે લડતા ગાઝા નજીક શહીદ થઈ હતી.

આ ઉપરાંત કિમ નામની યુવતી પણ ઇઝરાયેલ સામે લડતી વખતે શહીદ થઈ છે. તે બોર્ડર ગાર્ડ પોલીસમાં ઓફિસર હતી. તે પમ હમાસ સામે લડતી વખતે ગાઝા ખાતે મત્યુ પામી છે. ઇઝરાયેલ ચેમ્બર ફ કોમર્સના પ્રમુખ અનાત બર્નસ્ટીન  યુવતીઓના કુટુંબીજનો સાથે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. આ યુવતોના કુટુંબીજનો ભારતથી ઇઝરાયેલ સ્થાયી થયા છે. તેઓને બેન ઇઝરાયેલ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત આતંકવાદી સંગઠન હમાસનો વધુ એક કમાન્ડર ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. બિલાલ અલ કેદરા હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો. નુખ્બા ફોર્સ હમાસનું વિશેષ એકમ છે. ઇઝરાયેલના હવાઇદળે જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતીના પગલે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમા બિલાલ અલ કેદરાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના હવાઇદળે દાવો કર્યો છે કે તેના હુમલામાં હમાસના અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.


whatsapp ad White Font big size 2 4 હમાસ સામે જંગઃ ભારતીય મૂળની ત્રણ યુવતીઓએ શહીદી વહોરી


 

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી પોતાના 28 ગામ ખાલી કરાવ્યા

આ પણ વાંચોઃ America/ બાળકને ચાકુના 26 ઘા માર્યા, “હત્યાનું કારણ ઈઝરાયલ-હમાસ યુદ્ધ”

આ પણ વાંચોઃ Israel/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આ ભારતીયની કેમ થઈ રહી છે ચર્ચા? જુઓ વીડિયો