T20 World Cup/ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી વોર્નરે IPL ની તેની ફ્રેન્ચાઇઝી SRH ને આપ્યો જડબાતોડ જવાબ

T20 વર્લ્ડકપ 2021નો ચેમ્પિયન મળી ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. 

Top Stories Sports
વોર્નરે જવાબ આપ્યો SRH ને

T20 વર્લ્ડકપ 2021નો ચેમ્પિયન મળી ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની કારકિર્દીની યાદગાર ઇનિંગ રમી હતી.

વોર્નરે જવાબ આપ્યો SRH ને

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

આપને જણાવી દઇએ કે, વોર્નરે 38 બોલમાં ચાર ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. વોર્નર અને ટીમનાં જોરદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 7 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવ્યું હતું. વોર્નરે માત્ર ફાઇનલમાં જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટમાં તેના બેટથી ધમાલ મચાવી હતી. તેને ધ્યાનમાં રાખીને તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નરે T20 વર્લ્ડકપ 2021માં 7 મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 289 રન બનાવ્યા હતા. આ સાથે વોર્નરે તેની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2021માં ખરાબ પ્રદર્શન બાદ જડબાતોડ જવાબ આપ્યો છે. જણાવી દઇએ કે, IPL 2021માં વોર્નર સાથે ઘણી ગેરવર્તણૂક થઈ હતી, ત્યારબાદ ડાબા હાથનાં બેટ્સમેને વાપસી કરી અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો. આપને જણાવી દઇએ કે, IPL 2021નાં પહેલા ભાગમાં વોર્નરે બેટથી સારું પ્રદર્શન કર્યું ન હોતું. તેની અસર સનરાઇઝર્સ હૈદરાબાદ પર સ્પષ્ટપણે જોવા મળી હતી, જેઓ એક પણ જીત નોંધાવવામાં અસમર્થ રહ્યા હતા. ત્યારબાદ સીઝનની મધ્યમાં વોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. IPL 2021 નાં ​​બીજા તબક્કામાં, વોર્નરને શરૂઆતમાં તકો મળી, પરંતુ બેટ સાથે તેનું પ્રદર્શન નિષ્ફળ ગયું, પછી ટીમ મેનેજમેન્ટે તેને ફરીથી બહાર મોકલી દીધો. ફ્રેન્ચાઇઝી અને વોર્નર વચ્ચેનો ઝઘડો ત્યારે વધુ જોવા મળ્યો જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટેન્ડમાં બેસીને તેમની ફ્રેન્ચાઇઝીને ખુશ કરતા જોવા મળ્યા.

વોર્નરે જવાબ આપ્યો SRH ને

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સોંપવામાં આવી હતી. જોકે, કેપ્ટનશીપમાં આ ફેરફાર અસરકારક સાબિત થયો ન હતો અને હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. IPLમાં વોર્નરનાં ખરાબ પ્રદર્શન બાદ ઘણા લોકોએ કહ્યું કે, આ ખેલાડી હવે ખતમ થઈ ગયો છે, તેમા હવે ક્રિકેટ રહ્યુ નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે હાલમાં જ કહ્યું હતું કે કેટલાક લોકોએ વોર્નરને બહાર કરી દીધો હતો તેનાથી હું આશ્ચર્યચકિત છું. વોર્નરે તેના પ્રદર્શનથી SRH ને યોગ્ય જવાબ આપ્યો છે અને T20 વર્લ્ડકપ 2021નો સૌથી વિશેષ એવોર્ડ જીત્યો. ઉલ્લેખનીય છે કે, વોર્નરની જગ્યાએ SRHનો કેપ્ટન બનાવવામાં આવેલ કેન વિલિયમસન આજે વિરોધી ટીમનો કેપ્ટન પણ હતો. વોર્નરે પોતાની રમતથી ચાહકોનાં દિલ જીતી લીધા હતા. એવોર્ડ મેળવ્યા બાદ વોર્નરે કહ્યું, ‘મને હંમેશા સારું લાગતુ હતુ. તે મારા માટે મૂળભૂત બાબતો પર પાછા જવાનું હતું. મેં નેટ્સમાં સખત મહેનત કરી અને બેટથી સફળતા મેળવી. અમને 2015નો વર્લ્ડકપ યાદ છે, જ્યાં અમે ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ એક દાયકા પહેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામેની હારનું દર્દ ભૂલી શક્યો નથી.