Cyclone Biparjoy/ માત્ર બે મિનિટમાં “વાવાઝોડું જુઓ”

ચક્રવાતી વાવાઝોડા બિપરજોયને કારણે ગુજરાત સરકાર એલર્ટ છે. ચક્રવાત બિપોરજોય આજે ગુજરાતના દરિયાકિનાર પર ત્રાટકશે, જે કારણે સંભવિત નુકસાન ઘટાડવા માટે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પાંચ દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે.

Gujarat Others Trending
Untitled 82 માત્ર બે મિનિટમાં "વાવાઝોડું જુઓ"

ચક્રવાતી વાવાઝોડા બિપરજોયને કારણે ગુજરાત સરકાર એલર્ટ છે. ચક્રવાત બિપોરજોય આજે ગુજરાતના દરિયાકિનાર પર ત્રાટકશે, જે કારણે સંભવિત નુકસાન ઘટાડવા માટે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પાંચ દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર માં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયાકિનારાના ગામડાઓ સાથે સીધો સંપર્ક કરી સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચો સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપી. સાથે જ સીએમે અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપી.

PIB in Gujarat 🇮🇳 on Twitter: "#CycloneBiparjoyUpdate કેન્દ્રીય મંત્રી  @PRupala એ દ્વારકા તાલુકાના ગોરીંજા ગામના આગેવાનો અને પશુપાલકો સાથે મુલાકાત  કરીને, વાવાઝોડા ...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં PGVCL ઓફિસની મુલાકાતે પહોચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી આ બાદ તેઓ સિવિલ હોસ્પીટલની મુલાકાતે ગયા હતા. ભડકેશ્વર મહાદેવ ખાતે તહેનાત એન.ડી.આર.એફ.ની ટીમની પણ તેમણે મુલાકાત લીધી હતી. અહીં તેમણે એન.ડી.આર.એફ.ના અધિકારીઓ, જવાનો સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમજ આફત સમયે તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની સરાહના કરી હતી. આ તકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ બાદ ગૃહરાજ્યમંત્રી જગતમંદિર પહોચ્યા હતા. એક સામાન્ય નાગરિકની જેમ કોઈ પ્રકારની VIP ટ્રીટમેન્ટ વગર તેઓ કાળિયા ઠાકોરના શરણે પહોચ્યા હતા અને મંદિરમાં જઈ ભક્તો સાથે બેસી ગયા હતા.

બિપોરજોય વાવાઝોડાને લઈ 8 જિલ્લાના 442 ગામડામાં એલર્ટ, 75 હજારથી વધુ લોકોનું  સ્થળાંતર

દ્વારકાના દરિયાકિનારે આવેલા એકાદશ મહાદેવના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. ગઇકાલે એકાદશી ગઈ હતી. કચ્છમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તો દ્વારકામાં કેન્દ્રીય મંત્રી રુપાલાએ બચાવ અને રાહત કામગીરી સંભાળી છે ત્યારે તે દ્વારકામાં આવેલા એકાદેશ મહાદેવના દર્શન કરવા ગયા હતા.

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ દ્વારકામાં એન.ડી.આર.એફ.ની ટીમને મળી સ્થિતિની સમીક્ષા કરી.. તેમણે  દ્વારકાધીશના દર્શન કરી વાવઝોડાનું સંકટ ટળે તેવી પ્રાર્થના કરી અને એન.ડી.આર.એફ.ની ટીમની મુલાકાત લીધી લઈ અને કરેલી કામગીરી તેમજ તેમની સાધન સજ્જતાની સમીક્ષા કરી હતી. દરમ્યાન શ્રી રૂપાલાએ આમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, આપદા પ્રબંધન તંત્ર આ મુસીબતને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.

Poonamben Maadam

આ પૂર્વે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને વાવાઝોડાનું સંકટ ટળે તે માટે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી હતી. આ દરમિયાન દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

અમરેલી જિલ્લાના દરિયાકિનારે ‘બિપરજોય’ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે, ત્યારે તંત્રની સાથે સાથે ચુંટાયેલા પ્રતિનિધિઓએ પણ જાફરાબાદ સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી. સાંસદ નારણ કાછડીયા, નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ સ્થાનિક ધારાસભ્ય હિરા સોલંકીએ જાફરાબાદ શહેરને બપોરબાદ બંધ રાખવા માટે વિનંતી કરી હતી. સાથે જ તમામ નેતાઓએ લાઇટહાઉસ અને જેટી વિસ્તારની મુલાકાત કરી સાવચેતીના તમામ પગલાંઓની સમીક્ષા કરી હતી. નાયબ દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા પગલાઓ લેવામાં આવ્યા છે. તો ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર અને સ્થાનિક લોકો સજ્જ છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં 47 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તમામ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવાનો છે. લોકોને સલાહ છે કે પોતાના સ્થળે સુરક્ષિત રહે અને મુસાફરી ટાળે.

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માંગરોળના શીલ બારાની મુલાકાત લીધી હતી.  તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહેલ કામગીરીનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. સ્થાનિક આગેવાનોને સંભવિત વાવાઝોડાના પગલે અને સુરક્ષાના કારણોસર સ્થળાંતરિત થવા માટે લોકોને સમજૂત  કર્યા હતા. શીલ બારા ખાતે તંત્રની સાથે એન ડી આર એફ ની ટીમ સ્થળાંતર સહિત જરુરી કામગીરી કરી રહી છે. મંત્રીની આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજે પણ જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી શહેર ભાજપ દ્વારા શનાળા રોડ પરના એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જ્યાં 3 હજાર જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ કંટ્રોલરૂમની મુલાકાત આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીધી હતી. આ ફૂડ પેકેટ બનાવવામાં અને કંટ્રોલ રૂમમાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાની આગેવાનીમાં મોરબી શહેર મહામંત્રી રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશ કણજારીયા અને મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા ખડેપગે રહી સહયોગ મળી રહ્યો છે.

આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું

આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો

આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો