પાણી કાપ/ રાજકોટમાં ચૂંટણી બાદ ચોથી વખત પાણી કાપ,આજે સાત વોર્ડના 1.5 લાખ લોકો રહ્યા પાણી વિનાના…

રાજકોટના પાણીદાર મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે, તેમ છતાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ અડધા રાજકોટને પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. નર્મદાના નીરના વધામણા કરવા છતાં રાજકોટ તરસ્યું જ રહે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ

Rajkot Gujarat Trending
water tap રાજકોટમાં ચૂંટણી બાદ ચોથી વખત પાણી કાપ,આજે સાત વોર્ડના 1.5 લાખ લોકો રહ્યા પાણી વિનાના...

રાજકોટના પાણીદાર મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે, તેમ છતાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ અડધા રાજકોટને પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. નર્મદાના નીરના વધામણા કરવા છતાં રાજકોટ તરસ્યું જ રહે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ બાદ ચોથી વખત રાજકોટ વાસીઓ પાણીકાપનો સામનો કરી રહ્યા છે, મહાનગરપાલિકાના અધિકારીઓ તેને ટેક્નિકલ કામગીરીનું બહાનું આપી રહ્યા છે, જ્યારે સ્થાનિકોમાં ચૂંટણી બાદ જ ટેક્નિકલ કામગીરી આવે છે તેવો ગણગણાટ થઇ રહ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થયાને હજુ 16 દિવસ થયા છે અને આ 16 દિવસમાં મનપા દ્વારા ચોથી વખત પાણીકાપ મૂકવામાં આવ્યો છે. ત્યારે હાલ રાજકોટમાં નવા મેયર માટે પડકાર ઉત્પન્ન થયો છે.બીજી તરફ આ 7 વોર્ડ માં થી 3 થી 4 વોર્ડ નાં કેટલાક રહીશોને પાણીના ટેન્કર મંગાવવાનો વારો આવ્યો હતો.

rmc 1 રાજકોટમાં ચૂંટણી બાદ ચોથી વખત પાણી કાપ,આજે સાત વોર્ડના 1.5 લાખ લોકો રહ્યા પાણી વિનાના...

બેઠક / પ.બંગાળમાં જે.પી.નડ્ડાના નિવાસસ્થાને BJPની કોર કમિટીની બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે આખરી મહોર

રાજકોટની વર્ષો જૂની પાણીની સમસ્યા હવે તો હલ થશે જ તેવી રાજકોટવાસીઓને આશા હતી તેની સામે ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોથી વખત પાણીકાપ લાવવામાં આવતા સ્થાનિક પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.આજે શહેરમાં વોર્ડ નંબર 2,3,7, 8,11,13 અને 14 સહિત 7 વોર્ડમાં પાણીકાપ મૂકવાની જાહેરાત મનપાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેનાથી ભર ઉનાળે પાણી સમસ્યા વકરશે. ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે GSR નંબર 3, 4 અને 5ની સફાઇ કામગીરી કરવા માટે પાણીકાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે અંદાજીત 1.5 લાખ જેટલા લોકોને પાણી મળ્યું ન હતું, ઉપરાંત 14 માર્ચના રોજ વોર્ડ નં.1,2,8,9 અને 10 મળીને કુલ 5 વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો હતો.

rmc2 1 રાજકોટમાં ચૂંટણી બાદ ચોથી વખત પાણી કાપ,આજે સાત વોર્ડના 1.5 લાખ લોકો રહ્યા પાણી વિનાના...

USના દરવાજા ખુલ્યા / ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા

આજે મવડી, ચંદ્રેશનગર, બજરંગવાડી, રેલનગર, જ્યુબેલી, કેનાલ રોડ, જંક્શન સહિતના વિસ્તારોમાં આજે પાણીકાપ મુકવામાં આવ્યો છે. એક તરફ નર્મદા નીર રાજકોટના જળાશયોમાં ઠાલવી રાજકોટને પાણીકાપ નહીં વેઠવો પડે તેવી પોકળ વાતો શાસકો દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચૂંટણી પુરી થયાના બીજા દિવસથી જ ટેકનિકલ કારણ ધરી અને કોઈને કોઈ રીતે ચોથી વખત પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે અને આ શરૂઆતથી જ પાણીકાપ શરૂ થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…