Not Set/ અમદાવાદ અને વડોદરાના આ વિસ્તારોમાં બે દિવસ સુધી પાણી કાપ

અમદાવાદ, અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ ઝોનમાં વધુ બે દિવસ સુધી પાણી કાપ રહેવાનો છે.  કોર્પોરેશન સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને કારણે શહેરમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર, રાયખંડ, પાલડી, વાસાણા ,નારણપુરા સહિતના વિસ્તારોમાં અપુરતા પાણીની કાપની અસર રહેશે. શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે […]

Top Stories Ahmedabad Vadodara
Water Cut અમદાવાદ અને વડોદરાના આ વિસ્તારોમાં બે દિવસ સુધી પાણી કાપ

અમદાવાદ,

અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ ઝોનમાં વધુ બે દિવસ સુધી પાણી કાપ રહેવાનો છે.  કોર્પોરેશન સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને કારણે શહેરમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર, રાયખંડ, પાલડી, વાસાણા ,નારણપુરા સહિતના વિસ્તારોમાં અપુરતા પાણીની કાપની અસર રહેશે.

શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે જોડાણની કામગીરીમાં વાલ્વના સેટિંગમાં સમસ્યા સર્જાતાં પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં પાણીની બૂમ ઊઠી છે. હજુ ત્રણ દિવસ આ બંને ઝોનના લોકોને ઓછો વધતો પાણી કાપ સહેવો પડશે. જ્યારે હવે વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના નવા પશ્ચિમ ઝોનમાં પાણીનો કકળાટ સર્જાયો છે.

કોતરપુર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈન સાથે ફ્રેન્ચવેલની પાઈપલાઈન સાથેની જોડાણની કામગીરીમાં તંત્ર અણધડ પુરવાર થયું છે.

ખરેખર તો ગયા બુધવાર સુધીમાં આ કામગીરી આટોપી લઈને નાગરિકોને રાબેતા મુજબનો પાણીનો પુરવઠો પૂરો પાડવાનો હતો, પરંતુ હજુ પણ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનના લોકો અપૂરતાં પાણીથી પરેશાન છે.

બીજી તરફ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોન બાદ આજે હવે નવા પશ્ચિમ ઝોનનો પાણીના કકળાટના મામલે વારો આવ્યો છે. આ ઝોનના વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં નાગરિકો સવારથી પાણીના ઓછા પ્રેશરથી પરેશાન છે. અમુક છેવાડાના વિસ્તારમાં તો અઘોષિત ૩૦ ટકા પાણી કાપ મુકાયો છે.

તો બીજી બાજુ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી કાપના લીધે આજે સાંજે અને આવતીકાલે સવારે પૂર્વ વિસ્તારના રહીશોને પાણી નહિ મળે. પાણી કાપની અસર પાણીગેટ, વાઘોડિયા રોડ, બાપોદ, સયાજીપૂરા, ગાજરાવડી જેવા વિસ્તારોમાં થશે. 4 પાણીની ટાંકીમાં વાલ્વ બેસાડવાની કામગીરીના કારણે પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેની અસર 2 લાખ કરતા વધુ લોકોને થશે.