Not Set/ વેઇટલિફ્ટીંગ/ સીમા પછી સરબજિત કૌર પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, 4 વર્ષ માટે પ્રતિબંધિત

રાષ્ટ્રીય એન્ટિ-ડોપિંગ એજન્સીએ બુધવારે વેઇટલિફ્ટર સરબજિત કૌરને એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ગણાવી હતી. સરબજિત ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ છે. તેના પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 28 ડિસેમ્બરે કોમનવેલ્થ ગેમ્સ 2017 માં રજત પદક જીતનાર વેઇટલિફ્ટર સીમા પણ ડોપ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ હતી. તેમના પર પણ 4 વર્ષ માટે પ્રતિબંધ […]

Sports
sarbajeet વેઇટલિફ્ટીંગ/ સીમા પછી સરબજિત કૌર પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, 4 વર્ષ માટે પ્રતિબંધિત

રાષ્ટ્રીય એન્ટિ-ડોપિંગ એજન્સીએ બુધવારે વેઇટલિફ્ટર સરબજિત કૌરને એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ગણાવી હતી. સરબજિત ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ છે. તેના પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 28 ડિસેમ્બરે કોમનવેલ્થ ગેમ્સ 2017 માં રજત પદક જીતનાર વેઇટલિફ્ટર સીમા પણ ડોપ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ હતી. તેમના પર પણ 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પંજાબના સરબજિતે ફેબ્રુઆરી 2019 માં મહિલાઓની 71 કિગ્રા કેટેગરીમાં રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. આ વર્ષે વિશાખાપટ્ટનમમાં યોજાયેલી 34 મી રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ દરમિયાન નાદા દ્વારા તેના નમૂના લેવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ ઓલિમ્પિયન બોક્સર સુમિત સંગવાન પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. 27 ડિસેમ્બરે નાદાએ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. 2012ના લંડન ઓલિમ્પિકમાં ઉતરનાર સુમિતને ઓક્ટોબરમાં નાદા દ્વારા નમૂના લેવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સની રજત પદક વિજેતા સુમિત પણ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઉતરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.