Not Set/ અજબ-ગજબ/ દુનિયાનું સૌથી મોટું સમુદ્રી શિપ, જ્યા જીદંગી બની જાય છે સ્વર્ગ સમાન

તમે ટાઇટેનિક જહાજ વિશે તો સાંભળ્યું જ હશે. તે એક સમયે વિશ્વનો સૌથી મોટો દરિયાઇ જહાજ હતો, પરંતુ આજે ‘સિમ્ફની ઓફ ધ સીઝ’ એ વિશ્વનું સૌથી મોટું દરિયાઇ જહાજ છે. એક રિપોર્ટ અનુસાર આ જહાજની કિંમત 8711 કરોડ રૂપિયા છે. તેમાં વિશ્વભરની બધી જ સુવિધાઓ છે. આ વિશે જાણીને તમે પણ ખુશ થઇ જશો. વિશ્વનાં […]

Top Stories World
SymphonyOfTheSeas અજબ-ગજબ/ દુનિયાનું સૌથી મોટું સમુદ્રી શિપ, જ્યા જીદંગી બની જાય છે સ્વર્ગ સમાન

તમે ટાઇટેનિક જહાજ વિશે તો સાંભળ્યું જ હશે. તે એક સમયે વિશ્વનો સૌથી મોટો દરિયાઇ જહાજ હતો, પરંતુ આજે ‘સિમ્ફની ઓફ ધ સીઝ’ એ વિશ્વનું સૌથી મોટું દરિયાઇ જહાજ છે. એક રિપોર્ટ અનુસાર આ જહાજની કિંમત 8711 કરોડ રૂપિયા છે. તેમાં વિશ્વભરની બધી જ સુવિધાઓ છે. આ વિશે જાણીને તમે પણ ખુશ થઇ જશો.

Image result for symphony of the seas interior"

વિશ્વનાં સૌથી મોટા દરિયાઇ જહાજની લંબાઈ કોઇ ફૂટબોલ મેદાનથી પણ વધારે છે. બે લાખ ત્રીસ હજાર ટન વજનવાળા આ જહાજની પહોળાઈ 215.5 ફૂટ છે જ્યારે લંબાઈ 1188 ફૂટ છે. તેની ઝડપ પ્રતિ કલાક 40.74 કિ.મી/કલાક છે.

Image result for symphony of the seas"

આ શિપ પર બાળકો માટે વોટર પાર્ક બનાવવામાં આવ્યો છે. આ સિવાય શિપ પર 10 માળની સ્લાઇડિંગ પણ બનાવવામાં આવી છે. શિપની વચ્ચે સેન્ટ્રલ પાર્ક અને તેના એક ભાગથી અન્ય ભાગ પર જવા માટે બોર્ડવોક બનાવવામાં આવેલ છે. આ સિવાય શિપની રોયલ બાજુ પર ફરવા માટેનાં ખાસ કિનારાઓ પણ છે.

Symphony OTS અજબ-ગજબ/ દુનિયાનું સૌથી મોટું સમુદ્રી શિપ, જ્યા જીદંગી બની જાય છે સ્વર્ગ સમાન

18 માળનાં આ દરિયાઇ જહાજ પર કુલ 6,780 મુસાફરોનાં રહેવાની વ્યવસ્થા છે, અહી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં 2,175 કર્મચારી કાર્યરત છે. જહાજમાં પૂલ અને સ્પોર્ટ્સ ઝોન તેમ જ મનોરંજન માટે સી સ્પા અને ફિટનેસ સેન્ટર, જિમ અને થિયેટર પણ છે.

Image result for symphony of the seas interior"

આ શિપમાં કુલ 2,759 લક્ઝરી રૂમ છે. તેના બે માળ પર ફક્ત હાઈક્લાસ ફેમિલી સ્વીટ્સ બનાવવામાં આવી છે. મહેમાનોનાં અવર- જવર માટે જહાજમાં કુલ 24 લિફ્ટની પણ વ્યવસ્થા છે.

Image result for symphony of the seas interior"

આ શિપને જોયા બાદ તમે પણ એકવાર તેમા બેસીને સફરનો આનંદ લેવાની ઇચ્છા રાખતા પોતાને નહી રોકી શકો. શિપને અંદરથી જોતા તમને એવુ બિલકુલ પણ નહી લાગે કે તમે કોઇ શિપમાં છો. આ શિપ તમને એક સ્વર્ગ જેવો અહેસાસ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.