Not Set/ પશ્ચિમ બંગાળની ચૂંટણીથી અસદુદ્દીન ઓવૈસીએ કેમ પોતાને દુર રાખ્યા..?

ઓવૈસી પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં નથી, તો તેનો ફાયદો કોને મળશે? શું મમતા બેનર્જીની અધ્યક્ષતાવાળી શાસક ટીએમસી ને કે પછી ભાજપ ને ?

India Trending
1000 old currency 14 પશ્ચિમ બંગાળની ચૂંટણીથી અસદુદ્દીન ઓવૈસીએ કેમ પોતાને દુર રાખ્યા..?

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પ્રતિસ્પર્ધા વધી રહી છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળમાં TMC અને ભાજપ અને કોંગ્રેસ -ડાબેરી જોડાણ સાથે રચાયેલા ટ્રાયેન્ગલ થી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠક પર કબજો મેળવ્યા બાદ પ. બંગાળમાં આ રીતે વિધાનસભા ચૂંટણી થી દુર રહેવાનો તેમનો નિર્ણય હાલ તો દરેક ને અકળાવી રહ્યો છે.

આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે જો ઓવૈસી પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં નથી, તો તેનો ફાયદો કોને મળશે? શું મમતા બેનર્જીની અધ્યક્ષતાવાળી શાસક ટીએમસી ને કે પછી ભાજપ ને ?

ઓવૈસી બંગાળના રાજકીય ક્ષેત્રમાં ન આવ્યાં બાદ આ સમયે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ભાજપને કોઈ રાજકીય નુકસાન થશે અને ઓવૈસીએ આવું પગલું કેમ લીધું? ચાલો અમે તમને જણાવીએ કે બંગાળની ચૂંટણીના રાજકીય વિશ્લેષકો અને બહુ બારીકાઈથી નિરિક્ષણ કરનાર લોકો શું કહે છે..?

ઓવૈસીએ બંગાળની ચૂંટણીથી કેમ રહ્યા અળગા ?

હકીકતમાં, બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની નિષ્ફળતાના પ્રશ્નના જવાબમાં રાજકીય નિષ્ણાતો જણાવે છે કે આ ચૂંટણીમાં ઓવૈસીની કોઈ ભૂમિકા રહેશે નહીં. જો ઓવૈસી ચૂંટણીમાં ઝંપલાવે છે તો પણ બંગાળના મુસ્લિમ મતદારો તેમના થી દુર રહેશે. ઓવૈસી એક ચતુર રાજકીય ખેલાડી છે, જેને સમજાયું છે કે મુસ્લિમ મત તૂટશે નહીં. અને ઓવૈસી ફક્ત પોતાની હાજરી બતાવવા માટે બંગાળની ચૂંટણી લડી રહ્યા નથી.

ઓવૈસી છબી વિશે ચિંતિત છે

નિષ્ણાતો જણાવે છે કે, ઓવૈસીએ બંગાળની ચૂંટણીમાં ભાગ ન લેવાનું કારણ એ છે કે ઓવૈસીને બંગાળના મુસ્લિમ મતદાતાઓથી વિમુખ થવાની અપેક્ષા હતી. પરંતુ, જ્યારે ઓવૈસીએ જોયું કે મુસ્લિમ મતદાતા અહીં તૂટી શકે તેમ નથી.  અને માટે જ તેણે અહીંથી દૂર રહેવાનું વધુ સારું માન્યું. આ ઉપરાંત આરોપ છે કે તેઓ ભાજપને મદદ કરવા આવ્યા છે. નાના પક્ષો પર આવા આક્ષેપો કરવામાં આવે છે. તો આ પગલું ભાજપની બી ટીમની છબી પણ દૂર કરશે.

એક કારણ એ છે કે પશ્ચિમ બંગાળમાં એઆઈએમઆઈએમ સંસ્થામાં મોટી ભૂમિકા ભજવનાર ઝમિરુલ હસન હવે બંગાળમાં ઈન્ડિયન નેશનલ લીગના નવા અધ્યાયની શરૂઆત કરવા ઓવૈસીને છોડીને જઇ રહ્યો છે. ઇન્ડિયન નેશનલ લીગ એ જ પાર્ટી છે જે 1994 સુધી મુસ્લિમ લીગની સાથે હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એઆઈએમઆઈએમ બંગાળના ઘણા નેતાઓ અસદુદ્દીન ઓવૈસીની અબ્બાસ સિદ્દીકી સાથેની મિત્રતાથી પણ નારાજ હતા. અબ્બાસ સિદ્દીકીની પાર્ટી ભારતીય સેક્યુલર મોરચા (આઈએસએફ) ડાબેરી અને કોંગ્રેસ સાથે જોડાણમાં ચૂંટણી લડી રહી છે. બંગાળમાં ઈન્ડિયન નેશનલ લીગની સ્થાપના થઈ રહી છે અને માનવામાં આવે છે કે આ પાર્ટી ચૂંટણીમાં ટીએમસીને ટેકો આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ