Not Set/ ઈંગ્લેન્ડ સામે ભારતની હારને મહબૂબા મુફ્તીએ બતાવી ભગવા જર્સીની હાર

આઈસીસી વિશ્વકપ 2019માં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ક્રિકેટ ટીમને આખરે રવિવારે હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડે 31 રને હરાવી સેમિફાઈનલની રેસને વધુ રોમાંચથી ભરી દીધી છે. આ મેચમાં હાર બાદ ટીમ ઈંન્ડિયાનો જીતનો સીલસીલાને પણ  ઈંગ્લેન્ડે બ્રેક લગાવી છે. ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્માએ આ મેચમાં સદી અને વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી છતા ભારત જીત મેળવવામાં […]

Top Stories India
707507 mehbooba mufti ઈંગ્લેન્ડ સામે ભારતની હારને મહબૂબા મુફ્તીએ બતાવી ભગવા જર્સીની હાર

આઈસીસી વિશ્વકપ 2019માં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ક્રિકેટ ટીમને આખરે રવિવારે હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડે 31 રને હરાવી સેમિફાઈનલની રેસને વધુ રોમાંચથી ભરી દીધી છે. આ મેચમાં હાર બાદ ટીમ ઈંન્ડિયાનો જીતનો સીલસીલાને પણ  ઈંગ્લેન્ડે બ્રેક લગાવી છે. ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્માએ આ મેચમાં સદી અને વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી છતા ભારત જીત મેળવવામાં સફળ રહી શક્યુ નહી. મેચમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ પસંદ કરતા સપાટ પીચ પર તાબડતોડ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે સાત વિકેટનાં નુકસાને 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટનાં નુકસાને 306 રન જ બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી હાર પર હવે લોકોની પ્રતિક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

રવિવારે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ એક નવી જર્સીમાં મેદાનમાં ઉતરી હતી. જેને લઇને પહેલા જ ઘણી રાજનીતિક પાર્ટીઓ વિરોધ નોંધાવી ચુકી હતી. જો કે હવે ટીમને હારને પણ નવી જર્સીનાં કારણે મળી હાર બતાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ભારતની હાર પર કઇક આવી જ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, ટીમ ઈંન્ડિયાને ટૂર્નામેન્ટમાં પહેલી હાર મળી જેનું કારણ હતુ કે તે મેદાનમાં ભગવા રંગની જર્સી સાથે ઉતરી હતી. મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરી કહ્યુ કે, તમે આને અંધવિશ્વાસ કહી શકો છો આ જર્સીએ જ ભારતની જીતનો સિલસિલો રોકી દીધો છે.

મહબૂબા મુફ્તીનાં આ નિવેદન બાદ કોઇ અન્ય રાજનીતિક પાર્ટીનો આ અંગે કોઇ વિરોધ સામે આવે છે કે નહી તે જોવાનું રહેશે. પરંતુ એ વાત એકદમ સાચી છે કે ભારતની આ હાર બાદ ટીમની નવી જર્સીને લઇને કોઇ અન્ય પાર્ટીનો વિરોધ સામે આવે તેની પૂરી સંભાવનાઓ છે. જેનું એક કારણ એ પણ છે કે ઈંગ્લેન્ડ સામે મેચ પહેલા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ ટીમ ઈંન્ડિયાની નવી જર્સીને લઇને પોતાનો વિરોધ દર્શાવી ચુકી છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે ટીમ ઈંન્ડિયાને વિશ્વકપમાં 1992 બાદ ઈંગ્લેન્ડ સામે હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. મેચમાં ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરતા 102 રન તો વિરાટ કોહલીએ 66 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડનાં ઓપનીંગ બેટ્સમેન જોની બેયરસ્ટો 111 રન બનાવ્યા હતા. જ્યારે આ પહેલા આરામ કરી રહેલા જેસન રોયએ પણ તાબડતોડ બેટિંગ કરતા 66 રન બનાવ્યા હતા. બંન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 22.1 ઓવરમાં 160 રનની ભાગેદારી થઇ હતી. જેની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 337 રન બનાવવામાં સફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.