એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જય શ્રી રામ અને વંદે માતરમને લઇને એકવાર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દે આરએસએસ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ છે કે, જય શ્રી રામ અને વંદે માતરમ નહી બોલવાને કારણે લોકોને મારવામાં આવી રહ્યા છે. જેને લઇને મુસલમાનો અને દલિતોને મુખ્ય ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓની પાછળ જે સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવારથી છે.
અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે પહલૂ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. આપને જણાવી દઇએ કે, એપ્રિલ 2017માં પહલૂ ખાન મોબ લિંચિંગનો શિકાર બની ગયા હતા. જે મૃતક પહલૂ ખાન પર પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવા પર ઓવૈસીએ કહ્યુ કે, ‘સત્તામાં કોંગ્રેસ પણ ભાજપની રાહમાં આગળ વધી રહી છે, રાજસ્થાનનાં મુસલમાનોને આ વાત સમજવી જોઇએ અને તે લોકો અને સંસ્થાઓનો વિરોધ કરવો જોઇએ, જે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહી છે અને તેમણે પોતાના રાજનીતિક પ્લેટફોર્મ વિકસિત કરવાનાં પ્રયત્ન શરૂ કરી દેવા જોઇએ, 70 વર્ષ બહુ જ હોય છે હવે કૃપા કરી બદલાઇ જાઓ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.