પશ્ચિમ બંગાળ/ નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો, દીદીને પગ અને માથાના ભાગે ઇજા

નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો, દીદીને પગ અને માથાના ભાગે ઇજા

India Trending
નિકોલ 3 નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો, દીદીને પગ અને માથાના ભાગે ઇજા

મમતા બેનર્જીનો પગ કચડવાનો પ્રયાસ

સારવાર માટે મમતા બેનર્જીને કોલકતા લઇ જવાયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તેમના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મમતા બેનર્જી ઘાયલ થયા છે, તેના પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પગમાં ગંભીર ઈજા થઇ છે. તેમણે તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે તે ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરવામાં આવશે. નામાંકન ફાઇલ કર્યા પછી, મમતા સતત મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે. અને લોકોને મળી રહ્યા છે.  દરમિયાન, એક જગ્યાએ ભીડ હતી ત્યારે તેમના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અને જેમાં ઘાયલ મમતા દીદીને સારવાર માટે કોલકત્તા લઇ જવામાં આવ્યા છે.