Not Set/ શું વાત છે… માલગાડીની ઝડપ વધારાઈઃ હવે 100 કિ.મી.ની ઝડપે દોડશે

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (ડીએફસી) પર પહેલીવાર 190ના ટ્રેક પર માલગાડીનું ટ્રાયલ રન થયું હતું. ગત બુધવારના રોજ આ ટ્રાયલ અટેલી(હરિયાણા)થી ફુલેરા(રાજસ્થાન) વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સાથે જ 1,504 કિ.મી લાંબા પિશ્ચમી ડીએફસીને પૂરું કરવાની કવાયત પણ ઝડપી બની છે. આ કોરિડોર પર 100 કિ.મી પ્રતિકલાકની ઝડપથી માલગાડી ચલાવવાની યોજના છે. નોંધનીય છે […]

Top Stories India
1 1 શું વાત છે... માલગાડીની ઝડપ વધારાઈઃ હવે 100 કિ.મી.ની ઝડપે દોડશે

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (ડીએફસી) પર પહેલીવાર 190ના ટ્રેક પર માલગાડીનું ટ્રાયલ રન થયું હતું. ગત બુધવારના રોજ આ ટ્રાયલ અટેલી(હરિયાણા)થી ફુલેરા(રાજસ્થાન) વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સાથે જ 1,504 કિ.મી લાંબા પિશ્ચમી ડીએફસીને પૂરું કરવાની કવાયત પણ ઝડપી બની છે. આ કોરિડોર પર 100 કિ.મી પ્રતિકલાકની ઝડપથી માલગાડી ચલાવવાની યોજના છે.

નોંધનીય છે કે વર્તમાનમાં ભારતીય રેલવેમાં માલગાડીની ઝડપ 30-35 કિ.મી પ્રતિકલાક છે. 9કિ.મીના વિસ્તારને છોડતાં જેએનપીટીથી વૈતરણા સુધી 102 ક્ષેત્ર સિવિલ વર્કનું કામકાજ શરુ થઈ ગયું છે. ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. યોજના અનુસાર સપ્ટેમ્બર 2020 સુધીમાં કામ થઈ જશે. આ વર્ષના અંત સુધીમાં વેસ્ટર્ન ડીએફસીનો પહેલો તબક્કો (941કિમી) અટેલી-મહેસાણા સુધી જલદી શરુ થવાની આશા છે.

30 ઓક્ટોબર 2006ના રોજ કંપની એક્ટ હેઠળ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના થઈ હતી. વર્ષ 2007-12ની પંચવર્ષીય યોજનામાં આ પરિયોજનાનો સમાવેશ થતો હતો. જેની હેઠળ વેસ્ટર્ન ડીએફસી અને ઈસ્ટર્ન ડીએફસી કુલ 3,360 કિ.મી લાંબો ફ્રેટ કોરિડોર (માલગાડીઓ માટે અલગ ટ્રેક) પ્રસ્તાવિત થયો હતો. ઈસ્ટર્ન ડીએફસી લુધિયાણા(પંજાબ)થી દાનકુની (પિશ્ચમ બંગાળ) સુધી 1,760 કિ.મી લાંબો કોરિડોર હશે. આ કોરિડોર પર હવે 100કિ.મી પ્રતિ કલાકની ઝડપથી 1.5 કિ.મી ડબલડેકર માલગાડી દોડશે.

માલગાડીમાં પ્રત્યેક કન્ટેનરની લંબાઈ 4.265 મીટર છે. જ્યારે ડીએફસીમાં આ લંબાઈ 5.1 મીટર હશે. એકની ઉપર એક કન્ટેનર હશે એટલે કે ડબલ સ્ટેક અને એક્સેલની પહોળાઈ 3,200 મીટરથી વધીને 3,660 મીટર થઈ જશે. હાલ માલગાડીની લંબાઈ 700 મીટર હોય છે. જે વધીને 1500 મીટર એટલે કે દોઢ કિ.મી કરવામાં આવશે. પ્રત્યેક માલગાડીની માલવહન ક્ષમતા 4,000 ટનના બદલે 13,000 ટન થઈ જશે. ડીએફસી પર ચાલતી એક માલગાડી 1300 ટ્રકનો ભાર વહન કરશે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ડીએફસી પછી હવે ભારતીય રેલવે ખડકપુરથી વિજયવાડા સુધીના ત્રીજા કોરિડોરની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઆેના જણાવ્યાનુસાર આ કોરિડોર 1,114 કિ.મી લાંબો હશે. જેની પર 500 કરોડથી વધુનો ખર્ચ થશે.

આ યોજનાના મુખ્ય અધિકારી રાજીવ ત્યાગીએ જણાવ્યું કે,વેસ્ટર્ન ડીએફસી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં તેનો વિસ્તાર 177 કિમી છે. જમીન સંપાદન કરવાનું કેટલુંક કામ બાકી છે. દીવા-પનવેલ વિસ્તારમાં કામ પણ શરુ થઈ ચૂક્યું છે. વેસ્ટર્ન ડીએફસીનું પહેલું ચરણ આ જ વર્ષે શરુ થઈ જશે. જેમાં જેએનપીટીથી વડોદરા (430 કિમી), વડોદરાથી રેવાડી (947 કિમી), દાદરીથી રેવાડી (127 કિમી)નો સમાવેશ થાય છે.