Election/ રાજકોટમાં મતદાન બાદ CM રૂપાણીએ જનતાને જાણો શું કહ્યુ?

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા રાજકોટ પહોંચી ગયા છે….

Rajkot Gujarat
અલ્પેશ 8 રાજકોટમાં મતદાન બાદ CM રૂપાણીએ જનતાને જાણો શું કહ્યુ?

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા રાજકોટ પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, CM રૂપાણીએ કોરોનાને મ્હાત આપી છે. CM રૂપાણીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, તેઓ મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા અને પોતાનો મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો.

Election / CM રૂપાણીએ રાજકોટમાં કર્યુ મતદાન, માસ્ક સીલ્ડ પહેરતા મળ્યા જોવા

CM રૂપાણીએ મતદાન બાદ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે તમામનો આભારી છું, આજે મારો RT-PCR ટેસ્ટ નેગેટિવ ટેસ્ટ આવ્યો, કોરોનાગ્રસ્તમાંથી હું કોરોનામુક્ત થયો છું. CM રૂપાણી મતદાન મથકમાં આવ્યા ત્યારે ફેસશિલ્ડ સાથે આવ્યા હતા. મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું તકેદારીરૂપે ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યુ કે, ગુજરાત છેલ્લા ઘણા સમયથી કોરોના સામે લડી રહ્યો છે. લગભગ 97.50 ટકા રિકવરી રેટ નોંધાઇ રહ્યો છે. CM રૂપાણીએ કહ્યુ કે, ડૉક્ટરોને દવા અને સારી સારવાર મળી રહી છે. ભગવાનનો આભાર મને જલ્દી સારવાર મળી ગઇ. ઝડપથી સ્વસ્થ થઇને આજે રાજકોટ સીધો મતદાન માટે આવ્યો છું. ગુજરાતની જનતાને ફરી વખત નમસ્કાર. હજુ પણ એક કલાક બાકી છે, મતદારો ઝડપથી પોતાનું મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે. વધુમાં વધુ મતદાન થાય.

Election / CM રૂપાણીએ કોરોનાને આપી મ્હાત, રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ