Not Set/ બોમ્બે હાઇકોર્ટે નવાબ મલિક માનહાનિ કેસ મામલે સમીર વાનખેડેના પિતાને એવું તો શુ કહ્યું…

મલિક દ્વારા સમીર વાનખેડે પર પ્રતિદિન એક આરોપ લગાવી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને સમીરના  પિતાએ નવાબ મલિક પર માનહાનિનો કેસ કર્યો  છે

Top Stories India
highcourt બોમ્બે હાઇકોર્ટે નવાબ મલિક માનહાનિ કેસ મામલે સમીર વાનખેડેના પિતાને એવું તો શુ કહ્યું...

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે NCBના અધિકારી સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે,મલિક સમીર વાનખેડે પર પ્રતિદિન એક આરોપ લગાવી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને સમીરના  પિતાએ નવાબ મલિક પર માનહાનિનો કેસ કર્યો છે જે અંતર્ગત સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મલિક પાસેથી રૂ. 1.25 કરોડનું વળતર અને તેને ભવિષ્યમાં વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ બનાવટી કે ખોટી ટિપ્પણી કરવાથી રોકવા માટે સ્ટે ઓર્ડરની માંગણી કરી છે ,આ માામલે બોમ્બે હાઇકોર્ટે વાનખેડેના પિતાને કહ્યું કે તમારે ફક્ત એ સાબિત કરવું પડશે કે નવાબ મલિક દ્વારા કરવામાં આવેલી ટ્વિટ ખોટી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાએ સમીર વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાના આરોપ સહિત અનેક આરોપો લગાવ્યા છે. સુનાવણી દરમિયાન ધ્યાનદેવ વાનખેડેના એડવોકેટ અરશદ શેખે પ્રશ્ન કર્યો હતો કે સમીરે એવી વ્યક્તિને શા માટે ખુલાસો આપવો જોઈએ જે “ફક્ત ધારાસભ્ય છે, કોર્ટ નથી.” આના પર જસ્ટિસ માધવ જામદારે કહ્યું, “તમે સરકારી અધિકારી છો ..તમારે  સાબિત કરવું પડશે કે ટ્વીટ્સ (મલિક દ્વારા કરાયેલી ટ્વિટ્સ) પ્રથમ દ્રષ્ટીએ ખોટા  છે… તમારો પુત્ર માત્ર એક વ્યક્તિ નથી પરંતુ તે એક સરકારી અધિકારી છે અને જનતાનો કોઈપણ સભ્ય તેની સમીક્ષા કરી શકે છે.’

બીજી તરફ, કોર્ટે મલિકના વકીલ અતુલ દામલેને પૂછ્યું, “શું સબમિટ કરતા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી તમારી નથી? શું તમે એક જવાબદાર નાગરિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રવક્તા હોવાના કારણે દસ્તાવેજોની ખરાઈ કરી છે?” વાનખેડેના વકીલને મલિકના આરોપો ખોટા હોવાનું સાબિત કરવા માટે વધારાની એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો.

કોર્ટે તેમને શુક્રવાર સુધીનો સમય આપ્યો અને NCP નેતાના વકીલને આ સંબંધમાં એફિડેવિટ દાખલ કરવા કહ્યું કે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા પહેલા દસ્તાવેજો (સમીર વાનખેડેની અંગત વિગતો ધરાવતા) ​​ચકાસ્યા હતા. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માટે 12 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. નવાબ મલિકે NCB ઓફિસર સમીર વાનખેડે અને તેમના પરિવાર પર ગયા મહિને 2 ઓક્ટોબરે ડ્રગ્સ પાર્ટી દરમિયાન મુંબઈ ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ અનેક આરોપો લગાવ્યા છે. આ આરોપોને કારણે જ સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.