T20 World Cup/ એવું શું બન્યુ કે દક્ષિણ આફ્રિકાનાં આ ખેલાડીએ માંગી માફી?

દક્ષિણ આફ્રિકાનાં વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક Black Lives Matter મૂવમેન્ટને સમર્થન આપવા માટે ઘૂંટણિયે પડવા સંમત થયા છે. આ સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેનાં પોતાના વર્તન બદલ સાથી ખેલાડીઓ અને પ્રશંસકોની માફી પણ માંગી છે.

Sports
ક્વિન્ટન ડિ કોકે માંગી માફી

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમનાં વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે Black Lives Matter માટે ઘૂંટણિયે ન બેસવા બદલ માફી માંગી છે. તેણે કહ્યું છે કે તેઓ હવેથી આ અદ્ભુત કાર્ય માટે ઘૂંટણિયે પડીને આ અભિયાનને સમર્થન આપશે.

ક્વિન્ટન ડિ કોકે માંગી માફી

આ પણ વાંચો – T20 World Cup / ટોસ જીતો મેચ જીતો! કઇંક આવુ જ જોવા મળ્યુ છે આ ટૂર્નામેન્ટમાં

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાનાં વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક Black Lives Matter મૂવમેન્ટને સમર્થન આપવા માટે ઘૂંટણિયે પડવા સંમત થયા છે. આ સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેનાં પોતાના વર્તન બદલ સાથી ખેલાડીઓ અને પ્રશંસકોની માફી પણ માંગી છે. ડી કોકે T20 વર્લ્ડકપ 2021માં કેરેબિયન ટીમ સામે ઘૂંટણિયે પડીને જાતિવાદને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો અને તે મેચમાં તે ટીમનો ભાગ રહ્યો નહતો. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે ક્રિકેટ સાઉથ આફ્રિકા તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે. ડી કોકે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘હું પહેલા મારા સાથી ખેલાડીઓ અને પ્રશંસકોની માફી માંગીને શરૂઆત કરવા માંગુ છું. હું ક્યારેય તેને મોટો મુદ્દો બનાવવા માંગતો નથી.

હું જાતિવાદ સામે ઊભા રહેવાનું મહત્વ જાણું છું અને એ પણ સમજું છું કે રમતવીર તરીકે ઉદાહરણ બેસાડવું એ અમારી જવાબદારી છે. જો મારા ઘૂંટણ પર બેસીને લોકો જાગૃત થાય અને તેમનું જીવન સારું બને, તો હું ખુશીથી તે કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચનાં એક દિવસ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમે સર્વસંમતિથી એક નિર્દેશ જારી કરવા માટે સંમત થયા છીએ કે મેચની શરૂઆત પહેલા રંગભેદ સામે તમામ ખેલાડીઓ મેદાન પર ઘૂંટણિયે પડવા સાથે સંબંધિત છે.

Black Lives Matter

આ પણ વાંચો – T20 World Cup / વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ણાયક મેચ માટે આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, ડી કોક અંગત કારણોસર મેચમાંથી ખસી ગયો હતો, પરંતુ બાદમાં CSA એ ડી કોકનાં નિર્ણય વિશે માહિતી આપતા નિવેદન બહાર પાડ્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકા ટીમનાં કેપ્ટન તેબા બાવુમાએ ડી કોકનાં નિર્ણયનું સન્માન કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘એક ટીમ તરીકે અમે આ સમાચારથી ચોંકી ગયા છીએ. ક્વિન્ટન માત્ર બેટથી જ નહીં પરંતુ સિનિયર ખેલાડી હોવાના દૃષ્ટિકોણથી પણ ટીમ માટે મોટો ખેલાડી છે. આ દેખીતી રીતે કંઈક એવુ છે જેની મને અપેક્ષા નહોતી.