Not Set/ એક ક્લિક પર જાણો 5 રાજ્યની ચૂંટણીની જાણવા જેવી વાત, કેવા હશે બૂથ અને મતદાન સ્લીપ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂટણી આયોગ નસીમ ઝૈદીએ બુધવારે પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.  આ ચૂંટણીમાં ઘણા પરિવાર્તન કરવામાં આવ્યા છે.  ફેક મતદાન રોકવા માટે આ વખતે ચૂંટણી આયોગ મતદાતાને ફોટો વાળી સ્લીપ આપશે.  તેમા મતદાતાના ફોટો સાથે મતદાનની તારીખ  ક્યારથી ક્યાં સુધી મતદાન કરી શકો છો વગેરે મારિતી આપવામાં આવી હશે.  તે સિવાય […]

India
એક ક્લિક પર જાણો 5 રાજ્યની ચૂંટણીની જાણવા જેવી વાત, કેવા હશે બૂથ અને મતદાન સ્લીપ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂટણી આયોગ નસીમ ઝૈદીએ બુધવારે પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.  આ ચૂંટણીમાં ઘણા પરિવાર્તન કરવામાં આવ્યા છે.  ફેક મતદાન રોકવા માટે આ વખતે ચૂંટણી આયોગ મતદાતાને ફોટો વાળી સ્લીપ આપશે.  તેમા મતદાતાના ફોટો સાથે મતદાનની તારીખ  ક્યારથી ક્યાં સુધી મતદાન કરી શકો છો વગેરે મારિતી આપવામાં આવી હશે.  તે સિવાય સ્લીપ પર વોટરની જાણકારીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ફોટો સ્લીપ A-4 સાઇઝના પેપર હશે અને ફોટો વોટર સ્લીપને સારા કાગળ પર કાઢવામાં આવશે.

આ મતદાન સ્લીપમાં પાછળ મતદાન બુથનો નક્શો આપવામાં આવ્યો હશે. તેનાથી વોટરને ખ્યાલ આવશે કે, તેને ક્યાંથી મતદાન થશે. સ્લીપમાં બએલઓનું નામ પણ લખેલો હશે. આ સિવાય એક વોટરને મતદાન કરતી વખેત કઇ કઇ સાવધાની રાખવાની છે  તે અંગે પણ જાણકારી આપવામા આવી હશે.

ગોવામાં મહિલાઓ માટે અલગ મતદાન સ્ટેશન બનાવવામાં આવશે.

દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને પોલિંગ બુધ બનાવવામાં આવશે

દરેક પોલિંગ સ્ટેશન પર વોટિંગ દરમિયાન શુ કરવાનું છે અને શું નથી કરવાનું તેની માહિતી આપતા પોસ્ટર લગાવવામાં આવશે.

ગુપ્તતા જાળવી રાખવા માટે 30 ઇંચ ઉચી સ્ટીલ અને અન્ય સામગ્રીથી બનાવેલી નાની કબિનનો ઉયોગ કરવામાં આવશે.

ઉમેદવારે જણાવવું પડશે કે તેના પર વિજળી, પાણી બિલ બાકી નથી

બેન્ક અકાઉન્ટ ખોલીને ઉમેદવાર પૈસા ખર્ચ કરશે.

20 હજારથી વધુના દાન ચેક કે ડ્રાફ્ટથી લેવું પડશે.