મુન્દ્રા/ ગુજરાતમાં ખારેક ઉત્પાદનની મૂળ શરૂઆત કયા થઈ હતી અને ક્યાં ગામમાં તેનું વાવેતર થયું ? આવો જાણીએ

ધ્રબ ગામમાં મુખ્યત્વે પીળા, લાલ, કેસરી, તેમજ બ્રાઉન કલરની ખારેક વધુ જોવા મળે છે. અહીંયા ભારતીય ખારેક સીવાય ઈઝરાયેલી ખારેકની પણ ખૂબ ઉત્પાદન છે.

Gujarat Others
ખારેક ગુજરાતમાં ખારેક ઉત્પાદનની મૂળ શરૂઆત કયા થઈ હતી અને ક્યાં ગામમાં તેનું વાવેતર થયું ? આવો જાણીએ

કચ્છની ખારેક દેશ વિદેશમાં પ્રખ્યાત છે લોકો કચ્છની ખારેકને કચ્છી સૂકો મેવો તરીકે પણ ઓળખે છે ત્યારે આ ખારેક ઉત્પાદનની મૂળ શરૂઆત કયા થઈ હતી ક્યાં ગામમાં તેનું વાવેતર થયું તે સહિતની બાબતો જાણો મંતવ્ય ન્યૂઝના આ વિશેષ અહેવાલ “400 વર્ષ થી લોકો ના દિલો પર રાજ કરતી ધ્રબ ગામ ની ખારેક” માં….

કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં છેલ્લા ચારસો વર્ષ કરતા વધુ સમયથી ખારેકની ખેતી થાય છે, તેમજ ધ્રબ ગામની ખારેક વિશ્વમાં વિખ્યાત છે, અહીંયા સાત કરતા વધુ પ્રકારની ખારેક પાકે છે.  જેના કલર તેમજ મીઠાસના કારણે નામના મેળવી છે.  ચારસો વર્ષ પહેલાં તુર્કીથી આવીને કચ્છમાં વસવાટ કરનાર બે ભાઈઓ એ ભારતમાં સૌ પ્રથમવાર ખારેકની ખેતી કરી હતી.  મુન્દ્રા તાલુકાની આબોહવા તેમજ જમીન ખારેક માટે અનુકૂળ હોવાથી બંને ભાઈઓને ખેતીમાં સફળતા મળી હતી. જે આજ દિન સુધી સતત વધી રહી છે. ધ્રબ ગામમાં મુખ્યત્વે પીળા, લાલ, કેસરી, તેમજ બ્રાઉન કલરની ખારેક વધુ જોવા મળે છે. અહીંયા ભારતીય ખારેક સીવાય ઈઝરાયેલી ખારેકની પણ ખૂબ ઉત્પાદન છે.

ખારેક 1 ગુજરાતમાં ખારેક ઉત્પાદનની મૂળ શરૂઆત કયા થઈ હતી અને ક્યાં ગામમાં તેનું વાવેતર થયું ? આવો જાણીએ

અહિયાં નોંધનીય છે કે ખારેક મૂળ તો ખજૂર જ હોય છે. પણ જૂન મહિનામાં 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નહી મળવાના કારણે પાકી નથી શકતી જેના લીધે ખજૂરમાં પરીવર્તિત થઈ શકતી નથી. અને ખારેક તરીકે ઓળખાય છે, ભારત મોટા પાયે ખજૂરનું આયાત અરબ દેશોમાં થી કરે છે. ત્યારે જો અહીંયા એને પૂરતું તાપમાન મળે તો આપણાને ઇમ્પોર્ટ કરવાની જરૂર ના પડે, એના માટે સરકાર દ્વારા ખારેક સંશોધન કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે જે ખારેક પર રિસર્ચ કરતું રહે છે. ધ્રબ ગામની ખારેક દેશ ઉપરાંત વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે જેના કારણે ઈન્ડોનેશિયા, વિએતનામ તેમજ મલેશિયા જેવા દેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.