Not Set/ માસ્ક લગાવવામાં માથુ દુખવું કે ગુંગળામણ થાય છે તો આ સમયે શું કરવું જોઇએ? જાણો

કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન હોવા છતાં, દેશના ઘણા વિસ્તારોમાં ફરીથી ચેપના કેસોમાં વધારો થવા લાગ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સામેલ છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને, અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે પુણેમાં 28 ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. […]

Lifestyle
mask માસ્ક લગાવવામાં માથુ દુખવું કે ગુંગળામણ થાય છે તો આ સમયે શું કરવું જોઇએ? જાણો

કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન હોવા છતાં, દેશના ઘણા વિસ્તારોમાં ફરીથી ચેપના કેસોમાં વધારો થવા લાગ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સામેલ છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને, અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે પુણેમાં 28 ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમજ અનેક જગ્યાએ નાઇટ કર્ફ્યુ લગાવાયો છે. જોકે, મહારાષ્ટ્રમાં પણ ટીકાકરણ ઝુંબેશ ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં નવ લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Image result for coronavirus-in-india-covid-19-mask-s

ગુવાહાટીના તબીબી શિક્ષણ નિયામક ડૉ અનૂપ બર્મન કહે છે, “લોકોએ આવી ઘણી સમસ્યાઓ નોંધાવી છે, પરંતુ આવી સમસ્યાઓ ફક્ત ત્યાકે જ થાય છે જેઓ ઘણીવાર એન -95 માસ્ક લગાવે છે.” તેથી, આરોગ્ય કર્મચારીઓ સિવાય અન્ય લોકોએ કોટનનો ટ્રિપલ લેયર માસ્ક લગાવવો જોઈએ. આ સિવાય, જો માસ્ક લગાવામાં સફોકેશન થયું તો એવી જગ્યા એ તમે માસ્કો ખોલી શકો છો જ્યા લોકો ન હોય.

ડૉ અનૂપ બર્મન કહે છે, ‘રસી લગાવ્યા બાદ પણ તમે સંપૂર્ણપણે સલામત નથી, કારણ કે 45 દિવસ પછી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે બને છે. તે પહેલાં સંપૂર્ણ સુરક્ષા માટે દાવો કરી શકાતો નથી. તેથી આપણે એક માસ્ક લગાવવું જોઇએ. આ સિવાય જો માસ્ક નિયમિતપણે લગાવવામાં આવે તો પણ રસી પછી શરીરમાં એન્ટિબોડીઝ ઓછી થઈ જાય તો પણ માસ્ક અને સલામત અંતર વાયરસ સામે રક્ષણ આપે છે.

લંગડા કેરીના પાનમાં છે ડાયબિટીઝના દર્દીઓનો રામબાણ ઇલાજ, આ રીતે કરો ઉપયોગ

Image result for coronavirus-in-india-covid-19-mask-s

કિડનીના દર્દીઓને રસી અપાવવી જોઈએ?
ડૉ અનૂપ બર્મન કહે છે, ‘જો કોઈ કિડનીની બીમારીથી પીડિત છે અથવા ડાયાલિસિસ લઈ રહ્યો છે, તો તેઓને કોવિડનું જોખમ વધારે છે. તેથી, આવા લોકોએ રસી લેવી જ જોઇએ. જેમ દરેકને રસી આપવામાં આવી રહી છે, તેવી જ રીતે તેઓએ પણ તે રસી લગાવવી પડશે. ‘