Women's Reservation Bill/ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ બિલ પાસ થયા બાદ શું-શું બદલાશે?

નવા સંસદ ભવનમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ હતી.

Top Stories India
Mantavyanews 50 'નારી શક્તિ વંદન અધિનિયમ' બિલ પાસ થયા બાદ શું-શું બદલાશે?

નવા સંસદ ભવનમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મહિલા અનામત બિલની જોરદાર વકીલાત કરી હતી. પીએમ મોદીના ભાષણ પછી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) રજૂ કર્યું હતું.

નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે, આ બિલ બંને ગૃહોમાંથી પસાર થઈને કાયદો બની ગયા બાદ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા વધીને 181 થઈ જશે. લોકસભામાં હાલમાં 82 મહિલા સાંસદો છે. આ કાયદો બન્યા બાદ નીચલા ગૃહ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે.

કાયદા મંત્રીએ વિપક્ષ પર નિશાન સાધ્યું

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આ બિલ અગાઉ જાણીજોઈને પસાર કરવામાં આવ્યું ન હતું. મહિલા અનામતનો સમયગાળો 15 વર્ષનો રહેશે.

કાયદો બન્યા બાદ શું બદલાશે

-લોકસભામાં મહિલાઓની સંખ્યા વધીને 181 થશે
-મહિલા અનામતનો સમયગાળો 15 વર્ષનો રહેશે
-SC/ST માટે આરક્ષિત બેઠકોમાંથી 33 ટકા મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
-ભારતીય રાજકારણમાં મોટી સંખ્યામાં મહિલાઓ પ્રવેશ કરશે

SC/ST માટે અનામત બેઠકોમાંથી 33 ટકા મહિલાઓ માટે અનામત

નારી શક્તિ વંદન અધિનિયમ બિલ અનુસાર, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે નિર્ધારિત બેઠકોમાંથી માત્ર 33 ટકા અનામત જ મળશે. સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 33 ટકા અનામત તેમના સમુદાયની મહિલાઓ માટે હશે. આ બિલમાં OBC કેટેગરી માટે અનામતની કોઈ જોગવાઈ નથી. સીમાંકન બાદ લોકસભામાં અનામત બેઠકોનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Parliament Special Session/ લોકસભામાં રજુ થયું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ બિલ, મહિલાઓને શું થશે ફાયદ!

આ પણ વાંચો: India Agents/ જસ્ટિન ટ્રુડોના આરોપ બાદ ભારતે કેનેડાના રાજદ્વારીને 5 દિવસની અંદર જવા માટે કહ્યું

આ પણ વાંચો: શરમજનક/ વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા 10થી વધારે લોકોની કિડની કાઢી લેવાઇ