Corona Virus/ વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વડોદરા મહા નગરપાલિકા પાસે કોરોનાની વેક્સિન જ નથી!

વડોદરા કોર્પોરેશન પાસે રસીના ડોઝ નથી જેના લીધે ખળભળાટ મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
Corona vaccine
  • વડોદરા: કોર્પોરેશન પાસે રસીના ડોઝ જ નથી
  • વડોદરામાં કોરોના રસીકરણ બંધ
  • બાળકોને અપાતી રસી એક મહિનાથી બંધ
  • શહેરમાં તમામ ઉંમરના લોકોના રસીકરણ બંધ
  • લોકોને રસી લેવી હોય તો પણ હાલ મળી શકે તેમ નથી
  • લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે પણ રસીનો જથ્થો જ નથી

Corona vaccine:       વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેના લીધે સમગ્ર દુનિયામાં ફરીવાર દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે, ચીનમાં જે રીતે કોરનાની વિસ્ફોટ સ્થિતિ જોવા ળમી રહી છે તેના પરથી જગતના દેશો એલર્ટ થઇ ગયા છે .વિશ્વમાં  કોરોના વધતા કેસ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસતરીય બેઠક ગઇકાલે યોજી હતી અને ભારતમાં કોરોના સ્થિતિ સામાન્ય રહે તે માટે અગમચેતી પગલા ભરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. દેશના રાજ્યો એલકર્ટ થઇ ગયા છે. ગુજરાત પણ તેમાં બાકાત નથી,પરતું વડોદરા મહા નગરપાલિકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન પાસે રસીના ડોઝ નથી જેના લીધે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહા નગરપાલિકા પાસે કોરોનાની રસી નથી ,જેના લીધે રસીકરણ  બંધ છે, સમગ્ર વડોદરામાં રસીકરણ થતું નથી. હાલ કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ઉંઘતી ઝડપાઇ ગઇ છે. બાળકોને અપાતી રસી છેલ્લા એક  મહિનાથી બંધ છે. આ ઉપરાંત તમામ વય માટેની રસીકરણ બંધ છે. હાલ વડોદરામાં કોઇને પણ કોરોનાના રસી મળી શકે તેમ નથી. હજુપણ લોકો વડોદરામાં બુસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશ પાસે રસી નથી.વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તમામ રાજ્યો અને શહેરો કોરોનાથી બચવા માટે અગમચેતી તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા પાસે કોઇ કોરોનાની રસી નથી એ વાતનો સ્વીકાર કોર્પોરેશનના અધિકારીએ પણ આ વાતની પુષ્ટી કરી હતી.

China/ચીનમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, આ શહેરોમાં કોરોના વિસ્ફોટ,જાણો વિગત

ગુજરાત/ વડોદરા બિલ્ડર હરીશ અમીનનું મોત અકસ્માત નહિ હત્યા : જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ

National/ દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

જાહેરાત/ PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ કરી મોટી જાહેરાત,જાણો વિગત…