ધાર્મિક/ સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે? 2022ના સૂર્ય ગ્રહણની તારીખ અને સમય વિશે જાણો…

સૂર્ય ગ્રહણ ૨૫ ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.

Dharma & Bhakti
10 18 સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે? 2022ના સૂર્ય ગ્રહણની તારીખ અને સમય વિશે જાણો...

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

  • સૂર્ય ગ્રહણ
  • સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. સૂર્ય ગ્રહણ ૨૫ ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.
  • આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૩૦ એપ્રિલના રોજ થયું હતું. છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે થઈ રહ્યું છે.
  • સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?
  • જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે અને ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.
  • સૂર્ય ગ્રહણ 2022 તારીખ અને સમય
  • વર્ષ ૨૦૨૨નું બીજું સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ ૨૫ ઓક્ટોબરના રોજ બપોરે ૦૨.૨૯ વાગ્યાથી શરૂ થશે અને સાંજે ૦૬.૩૨ સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ ૦૪ કલાક ૦૩ મિનિટનું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં લગભગ ૪.૦૦ વાગ્યે દેખાશે.
  • સૂર્ય ગ્રહણનો સુતક સમયગાળો
  • સૂર્ય ગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સાથે સમાપ્ત થાય છે. તેથી, આ સૂર્ય ગ્રહણનો સૂતક ૨૫ ઓક્ટોબરે લગભગ ૪.૨૯ વાગ્યાથી શરૂ થશે.
  • ભારતમાં સૂર્ય ગ્રહણ ક્યાં દેખાશે?
  • આ સૂર્ય ગ્રહણ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં વધુ સારી રીતે જોવા મળશે એટલે કે તે નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાંથી જોઈ શકાશે.