રાજકીય રમત/ ઇવીએમની સુરક્ષાને લઇને કોંગ્રેસના ઉમેદવારે વ્યક્ત કરી શંકા તો કલેક્ટરે આપ્યો આ જવાબ

કોંગ્રેસના ઉમેદવારે ભાવનગરમાં રાખવામાં આવેલા ઇવીએમની સુરક્ષાને લઇને શંકા વ્યક્ત કરી છે. જો કે આ વાતને ત્યાંના કલેક્ટરે પાયા વિહોણી ઠેરવી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Security of EVM

Security of EVM: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કાના મતદાન તરફ  આગળ વધી રહી છે. આજે સાંજે પ્રચારના પડધમ પણ શાંત થઇ ગયા છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારે ભાવનગરમાં રાખવામાં આવેલા ઇવીએમની સુરક્ષાને લઇને શંકા વ્યક્ત કરી છે. જો કે આ વાતને ત્યાંના કલેક્ટરે પાયા વિહોણી ઠેરવી છે.

ચૂંટણીના બીજાતબક્કાના મતદાનને આડે હવે ગણતરીનો સમય જ બાકી છે. આ દરમિયાન  રાજકીય નેતાઓ, કાર્યકરો અને પક્ષોની નજર પ્રથમ તબક્કામાં ઈવીએમમાં કેદ થયેલા પોતાના ભાવી પર છે. તેઓ સતત સ્ટ્રોંગ રૂમ પર નજર માંડીને બેઠા છે. ત્યારે ગારિયાધાર બેઠકના ઉમેદવારે સ્ટ્રોંગ રુમના સીલ બાબતે શંકા વ્યક્ત કરી હતી. જોકે કલેક્ટરે કહ્યું હતું કે 2 કલાક વીડિયો ગ્રાફી કરાઈ રહી છે, સુરક્ષામાં કોઇ જ ચેડા થયા નથી.

ઉલ્લેખનીય છે કે ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મુકવામાં આવ્યા છે અને અહીં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ગારિયાદાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને શંકા વ્યક્ત કરાઈ હતી. દિવ્યેશ ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે સ્ટ્રોંગ રૂમને લગાવવામાં આવેલું સીલ એવી રીતે લગાવાયું છે કે તેને ચાવીથી ખોલી શકાય.

આ સંદર્ભે કલેક્ટર ડી કે પારેખે કહ્યું હતું કે, સ્ટ્રોંગ રુમની સુરક્ષા અખંડીત છે. 24 કલાક વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. હથિયાર બંધ સુરક્ષા કર્મચારીઓ સતત ત્યાં તહેનાત છે. સુરક્ષામાં કોઈપણ પ્રકારની ખામી રાખવામાં આવી નથી. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ સુરક્ષાઓ ત્યાં રાખવામાં આવી છે. આવી કોઈ અફવાઓમાં દોરાવું નહીં.

 

Winter Session Of Parliament/ કાલથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, સરકાર સામે કોંગ્રેસે બનાવી આ રણનીતિ

Pakistan/ પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીરે ભારત માટે ઓક્યુ ઝેર, જાણો શું કહ્યું

Drugs Recovered/ મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈએ વિદેશી પ્રવાસીઓ પાસેથી રૂ. 18 કરોડનું કોકેઈન કર્યુ ઝપ્ત, બે લોકોની ધરપકડ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

ગુજરાત/લોકો સાથે છેતરપિંડી કરી નેપાળ ભાગી જનારા વિનય શાહની ધરપકડ

Gujarat Election/ ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓવૈસી સ્ટેજ પર જ રડવા લાગ્યા, જાણો શું છે મામલો?