Women Health/ જ્યારે અંડાશયને નુકસાન પહોંચે છે ત્યારે મહિલાઓને થઈ શકે આ ગંભીર રોગ…

દિલ્લી અને આસામમાંથી 18 વર્ષથી વધું ઉંમરના 21 મહિલા અને 10 પુરૂષ સહભાગીઓને લેપ્રોસ્કોપિક રીત દ્રારા એન્ડોમેટ્રિઓસિસની શોધ કરવામાં આવી હતી. તેમજ મહિલાઓને જીવન પર અસર કરતી એન્ડોમેટ્રિઓસિસની સમસ્યાને વધુ સમજવાની જરૂર છે……….

Lifestyle Health & Fitness
Beginners guide to 2024 03 21T125354.477 જ્યારે અંડાશયને નુકસાન પહોંચે છે ત્યારે મહિલાઓને થઈ શકે આ ગંભીર રોગ...

Health News: મહિલાઓને થતા આ ભયંકર રોગ વિશે આપણે પણ જાણવું જરૂરી છે. અમે તમને એક એવા રોગ વિશે જણાવા જઈ રહ્યા છીએ. જે ગર્ભાશયની પીડાદાયક સમસ્યા સર્જે છે. જેનું નામ એન્ડોમેટ્રિઓસિસ છે. તે 15થી 49 વર્ષની પ્રજનન વયની 10 ટકા છોકરીઓ અને મહિલાઓને અસર કરે છે. વૈશ્વિક સ્તરે આ સ્થિતિ પ્રજનન વયની આશરે 190 કરોડ છોકરીઓ અને મહિલાઓને અસર કરે છે.

ભારતમાં લગભગ 4.3 કરોડ મહિલાઓ એન્ડોમેટ્રિઓસિસ સમસ્યાથી પીડિત જોવા મળે છે. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે,  એન્ડોમેટ્રિઓસિસ એ ગર્ભાશયની પીડાદાયક સમસ્યા છે. તે 15થી 49 વર્ષની ઉંમરે પ્રજનની વયની 10 ટકા છોકરીઓ અને મહિલાઓને અસર કરે છે.

એન્ડોમેટ્રિઓસિસ શું છે

એન્ડોમેટ્રિઓસિસથી પીડિત થતી મહિલાઓ ગંભીર અને જીવલેણ સહિત સમસ્યાઓથી પીડાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાં હોર્મોન્સ ફેરફાર થતા હોય છે. તેના કારણે એન્ડોમેટ્રાયલ જેવા પેશીઓમાં કોષો વધે છે અને તે સ્થળો તૂટીને રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે. જ્યારે માસિક સમય દરમિયાન લોહી શરીરમાંથી બહાર નીકળે છે, ત્યારે આ લોહી તેની અંદર રહેલી પેશીઓ ઉત્પન્ન કરે છે. તેનાથી શરીરમાં કેટલાક ભાગોમાં જેમ કે મૂત્રાશય, ગર્ભાશય, ગુદામાર્ગ અને યોનિમાં ભંયકર પીડા થઈ શકે છે.

દિલ્લી અને આસામમાંથી 18 વર્ષથી વધું ઉંમરના 21 મહિલા અને 10 પુરૂષ સહભાગીઓને લેપ્રોસ્કોપિક રીત દ્રારા એન્ડોમેટ્રિઓસિસની શોધ કરવામાં આવી હતી. તેમજ મહિલાઓને જીવન પર અસર કરતી એન્ડોમેટ્રિઓસિસની સમસ્યાને વધુ સમજવાની જરૂર છે.

શોધકર્તાએ સમીક્ષા જર્નલમાં લખ્યું છે કે, મહિલાઓ અને તેમના સહયોગીના જીવનમાં તેની અસર ઘટાડવા માટે એન્ડોમેટ્રિઓસિસના નિદાન અને સારવાર કરવાની જરૂરીયાત છે.

રિસર્ચ શું કહે છે

ભારતના જ્યોર્જ ઈન્સિટટયૂટ ફોર ગ્લોબલ હેલ્થના રિસર્ચમાં જણાવ્યું છે કે વૈશ્ર્વિક સ્તરે આ રોગ માટે ઓછું કામ કરવામાં આવ્યું છે તેમજ ભારત પણ તેના પર ધ્યાન આપતું નથી. એન્ડોમેટ્રિઓસિસ પર રિસર્ચનું વધતું સમૂહ મૂખ્ય ઉંચી આવક ધરાવતા દેશોમાંથી છે. જોકે ભારતમાં રહેલી મહિલાઓને આ રોગ વિશે ઓછી માહિતી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ