Not Set/ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં ? “ગુજરાતમાં” !! જાણો 63 એકરનાં સ્ટેડિયમ વિશે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ અમદાવાદ શહેરનાં મોટેરા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. જેને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું છે. એક લાખ 10 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા સાથે આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે. આ આખું સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર, આવી […]

Ahmedabad Gujarat
ahmedabad cricket stadium Motera વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં ? "ગુજરાતમાં" !! જાણો 63 એકરનાં સ્ટેડિયમ વિશે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ અમદાવાદ શહેરનાં મોટેરા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. જેને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું છે. એક લાખ 10 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા સાથે આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે. આ આખું સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે.

અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર છે (ફોટો-ગોપી ઘાંઘર)
અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર, આવી છે વિશેષતા

ગુજરાતના અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. 63 એકર જમીનમાં બનેલા આ સ્ટેડિયમની કિંમત કરોડ રૂપિયા છે. આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. આ સ્ટેડિયમના ઉદઘાટન બાદ વિશ્વ ક્રિકેટને અમદાવાદથી નવો દેખાવ મળશે.

જણાવી દઈએ કે આ સૌથી મોટું સ્ટેડિયમ શહેરના મોટેરા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. એક લાખ 10 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમ સ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા મોટું હશે. આ સ્ટેડિયમની વિશેષ વાત એ છે કે આ આખું સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે.

Motera Stadiu વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં ? "ગુજરાતમાં" !! જાણો 63 એકરનાં સ્ટેડિયમ વિશે

ત્રણ પ્રેક્ટિસ મેદાન, ક્લબ હાઉસ, ઓલિમ્પિક કદનો સ્વીમીંગ પૂલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી

સ્ટેડિયમનું વિશેષ માળખું : ખેલાડી બાઉન્ડ્રી મારે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રી જોઈ શકે

કાર અને સ્કૂટર પાર્કિંગની વ્યવસ્થા : 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર્સ પાર્ક કરવાની જોગવાઈ

સ્ટેડિયમમાં બનાવાયા છે અધ્યતન 75 કોર્પોરેટ બોક્સ

પ્રથમ વખત કોઈ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવશે

સ્ટેડિયમ નજીક મેટ્રો લાઇન પણ લાવવામાં આવી

સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે હાલના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ હતા ત્યારે સપનું જોયું હતું કે, મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવું. વડા પ્રધાન બન્યા બાદ મોદીના આ સપનાને વર્તમાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અને જીસીએ પ્રમુખ અમિત શાહે આગળ ધપાવ્યું હતું. નવા સ્ટેડિયમનું ભૂમિ પૂજન જાન્યુઆરી, 2016 માં કરવામાં આવ્યું હતું અને હવે તે તૈયાર છે. તે ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થશે અને 2020 થી અહીં આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાશે.

stedia_082619054648.jpg

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ કહ્યું કે આ સ્ટેડિયમ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે જેને પૂર્ણ કરવા અમે કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે નરેન્દ્ર મોદી સાથે આ વિશે વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે સ્ટેડિયમ બનાવવાનું છે ત્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કેમ નહીં. આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર છે.

સ્ટેડિયમમાં સ્થપાઇ ચૂક્યા છે આવા વિશ્વ રેકોર્ડ…

સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 10,000 રન પૂરા અહીં કર્યા

કપિલ દેવે અહીં ન્યૂઝીલેન્ડનાં રિચાર્ડ હેડલીની સર્વોચ્ચ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડ્યો

સચીન તેંડુલકરે અહીં તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

2011 ની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતે આ મેદાન પર વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય રથ રોકી દીધો હતો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.