Cricket/ IPL ઓક્શન પહેલા ક્યો ખેલાડી થશે IN અને ક્યો થશે OUT ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન પહેલા આઇપીએલ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓની હેરાફેરી માટે સજ્જ થઇ ગઇ છે. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સે જ્યાં ચોંકાવી દીધા છે…

Sports
sssss 122 IPL ઓક્શન પહેલા ક્યો ખેલાડી થશે IN અને ક્યો થશે OUT ?

@કેતન જોષી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન પહેલા આઇપીએલ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓની હેરાફેરી માટે સજ્જ થઇ ગઇ છે. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સે જ્યાં ચોંકાવી દીધા છે તો રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન ખેલાડીને ઝાટકો આપ્યો છે. તો આ તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ સૌને ચોંકાવે તેવા નિર્ણય લીધા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન યુએઇમાં રમાઇ હતી, પરંતુ હવે 14મી સિઝનના પ્લેયર્સ ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ પોતાનું એનાલિસીસ પુરું કરી લીધું છે. ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ પાસે તક હોય છે કે કયા ખેલાડીને ટીમમાં જાળવી રાખવા અને કોને કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા, યુએઇમાં થયેલા રૈના કાંડ બાદ ચેન્નઇ સુપર કિંગ્સ પર સૌની નજર રહેલી હતી કે ફ્રેન્ચાઇઝી દિગ્ગજ ડાબોડી ખેલાડીને જાળવી રાખશે કે નહીં, અને આખરે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની દોસ્તીને નિભાવતા રૈનાને ટીમમાં જાળવી રાખ્યો છે. તો હરભજનસિંહ, મુરલી વિજય, કેદાર જાધવ, પીયુષ ચાવલાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર શિવમ દુબે, ક્રિસ મોરીસને રિલીઝ કરી શકે છે તો પાર્થિવ પટેલ પહેલેથી જ સન્યાસ લઇ મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીમાં જોડાઇ ચૂક્યો છે. આ તરફ કોલકતા નાઇટ રાઇડર્સ કેપ્ટન દિનેશ કાર્તિકને જ રિલીઝ કરે તેવી શક્યતા છે તો ટોમ બેંટનને પણ જાળવી ન રાખે તેવી સંભાવના છે. કિંગ્સ ઇલેવન પંજાબ પણ ક્રિસ ગેઇલ, કરુણ નાયર અને શેલ્ડન કોટ્રેલને રિલીઝ કરે તેમ છે.

Cricket / કોહલી બાદ કોણ બનશે નવો કેપ્ટન? જાણો આ વિશે સાંસદ શશી થરૂરની ભવિષ્યવાણી

Beware! / કોરોના કોઈ મજાક નથી સાવધાની રાખો : સંક્રમિત થયા બાદ સાનિયા મિર્ઝાએ શેર કરી વાત

Cricket / ટીમ ઈન્ડિયાની જીત પર સેહવાગ ખુશ, આ ફોટો કર્યો શેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો