IPL2022/ હાર્દિક પંડ્યાને આઉટ કરવા બદલ શું ઉમરાન મલિકે નતાશાની માંગી માફી? જાણો કેમ થયો આ ફોટો વાયરલ

ગુજરાત ટાઇટન્સે આ મેચ છેલ્લા બોલે પાંચ વિકેટે જીતી લીધી હતી. મેચ પછી, એક ફોટો સમાચારમાં છે, જેમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઉમરાનને પકડી રહ્યો છે

Sports
હાર્દિક પંડ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં પ્રથમ વખત હારેલી ટીમના ખેલાડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ગુજરાત ટાઇટન્સના પાંચ ખેલાડીઓને પેવેલિયનમાં મોકલનાર ઉમરાન મલિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સે આ મેચ છેલ્લા બોલે પાંચ વિકેટે જીતી લીધી હતી. મેચ પછી, એક ફોટો સમાચારમાં છે, જેમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઉમરાનને પકડી રહ્યો છે અને આ યુવા ઝડપી બોલર હાથ જોડીને ઉભો છે. આ ફોટો વિઝડન ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

a 100 હાર્દિક પંડ્યાને આઉટ કરવા બદલ શું ઉમરાન મલિકે નતાશાની માંગી માફી? જાણો કેમ થયો આ ફોટો વાયરલ

આ ફોટો શેર કરતાં કેપ્શન લખવામાં આવ્યું છે, ‘સોરી સિનિયર!’ આ ફોટો હળવાશથી શેર કરવામાં આવ્યો છે અને તેના પર કમેન્ટ્સ પણ ફની આવી છે. એક ચાહકે લખ્યું કે ઉમરાન સ્ટેડિયમમાં હાજર હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિકની માફી માંગી રહ્યો છે.

a 99 હાર્દિક પંડ્યાને આઉટ કરવા બદલ શું ઉમરાન મલિકે નતાશાની માંગી માફી? જાણો કેમ થયો આ ફોટો વાયરલ

ઉમરાને આ મેચમાં શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આમાંથી હાર્દિક એકમાત્ર બેટ્સમેન હતો જે કેચ આઉટ થયો હતો, બાકીના ચાર ક્લીન બોલ્ડ થયા હતા. ઉમરાન અને હાર્દિકનો આ ફોટો તમારું પણ દિલ જીતી લેશે. IPLમાં લગભગ દરેક મેચ પછી આવા દ્રશ્યો જોવા મળે છે, જ્યારે બંને ટીમના ખેલાડીઓ મેદાન પરની દુશ્મનાવટ ભૂલી જાય છે અને હસતા જોવા મળે છે.

આ પણ વાંચો:રોમાંચક મેચમાં ગુજરાતે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, રાશિદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને મેચ જીતાડી

ગુજરાતનું ગૌરવ