Not Set/ WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

ભારતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે શાંત થઇ રહી છે. જેને લઇને હવે લોકો પણ ખુશ છે. જો કે આ સમય સાવચેતી રાખવાનો વધારે છે.

Top Stories World
1 228 WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

ભારતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે શાંત થઇ રહી છે. જેને લઇને હવે લોકો પણ ખુશ છે. જો કે આ સમય સાવચેતી રાખવાનો વધારે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ચીફ ટેડ્રોસ અધનોમ ગેબ્રેયસસે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે ચેતવણી આપી છે. WHO ચીફનું કહેવુ છે કે – ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય ‘ચિંતાજનક’ વેરિએન્ટ્સનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, કોરોના પ્રતિબંધોને વહેલી તકે દૂર કરવા જોખમી સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું – જેમને હજી રસી નથી મળી, તેમના માટે કોરોના પ્રતિબંધ હળવો કરવો જોખમી સાબિત થઈ શકે છે.

1 229 WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

ડ્રેગનનો ડર / કોરોના વાયરસ ઉત્પત્તિ મુદ્દે ચીનને આંકડા પ્રદાન કરવા દબાણ ન કરી શકાય : WHO

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ એક એવો તાંડવ મચાવ્યો છે જેના કારણે લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી હવે આ વાયરસનાં અલગ-અલગ વેરિઅન્ટનાં કારણે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો અહી બીજી લહેરમાં શું બન્યુ તે સમગ્ર દુનિયા જોઇ ચુકી છે, જે હવે આગળ તેનુ પુનરાવર્તન ન થાય તે માટે WHO નાં ચીફે ચેતવણી આપી છે. જણાવી દઇએ કે, ભારતમાં કોરોના વાયરસની ભયાનક બીજી લહેર વચ્ચે ઘણાં રાજ્યોમાં અનલોકની શરૂઆત થઈ ગઇ છે. તમામ માર્ગદર્શિકા વચ્ચે માત્ર ટ્રાફિક જ નહીં ઓફિસો અને ઉદ્યોગો પણ ખોલવામાં આવ્યા છે. એ જુદી વાત છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં ચીફ ટેડ્રોસ અધનોમ ગેબ્રેયસસે કોરોના માર્ગદર્શિકાઓને વહેલા દૂર કરવા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે – ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય ‘ચિંતાજનક’ વેરિએન્ટ્સનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, કોરોના પ્રતિબંધોને વહેલી તકે દૂર કરવા જોખમી સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું – જેમને હજી રસી નથી મળી, તેમના માટે કોરોના પ્રતિબંધ હળવો કરવો જોખમી સાબિત થઈ શકે છે.

1 230 WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

ડ્રેગનની નવી ચાલ / જિનપિંગ પૈસા આપશે અને ઇમરાન ખાન આપશે જમીન, ચીન-પાકિસ્તાન પોતાનું મીડિયા હાઉસ બનાવશે

અલગ અલગ વેરિઅન્ટમાં સામે આવી રહેલા કેસને જોતા લોકોમાં ડરનો માહોલ પણ બની રહ્યો છે. વળી ભારતમાં હવે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી અહી પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો દૂર કરવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ હજી પણ પ્રતિબંધો અમલમાં છે. અગાઉ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે, કોરોના ડેલ્ટા વેરિઅન્ટ હવે ચિંતાનું કારણ બની રહ્યો છે. આપને જણાવી દઈએ કે કોવિડનો આ વેરિઅન્ટ પ્રથમ વખત ભારતમાં મળી આવ્યો હતો. વળી આ પ્રકારનાં અન્ય બે વેરિઅન્ટનાં સંદર્ભમાં, WHO એ કહ્યું કે હાલમાં ચિંતા કરવાની કંઈ વાત નથી. વાયરસના બી .1.617 એ ત્રિપલ મ્યુટન્ટ વેરિઅન્ટ તરીકે વર્ણવવામાં આવ્યું છે, કારણ કે તે ત્રણ વંશમાં વહેંચાયેલું છે. કહી શકાય કે કેસ ભલે ઓછા થયા હોય પણ આ મહામારીને અવગણીને જો બેદરકારી રાખવામાં આવી તો તેનુ પરિણામ આગલ જતા ખરાબ આવી શકે છે.

kalmukho str 5 WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી