Afghani girl/ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ લગલગાટ દસ મેચો જીતીને છવાઈ ગઈ છે અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. બીજી બાજુએ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની સાથે જ એક બીજી સેલિબ્રિટી છવાઈ ગઈ છે અને તે છે અફઘાની મહિલા વાઝમા અયુબી.

Top Stories India
YouTube Thumbnail 30 1 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

અમદાવાદઃ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ લગલગાટ દસ મેચો જીતીને છવાઈ ગઈ છે અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. બીજી બાજુએ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની સાથે જ એક બીજી સેલિબ્રિટી છવાઈ ગઈ છે અને તે છે અફઘાની મહિલા વાઝમા અયુબી.

Afghani girl 3 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

આપણને કોઈને પણ આશ્ચર્ય થાય કે તાલિબાની શાસનમાં આ અફઘાની મહિલા આ રીતે બુરખા વગર કઈ રીતે ફરતી હશે. પણ વાઝના આયુબીને તેના ક્રિકેટ પ્રેમે અને સોશિયલ મીડિયાએ સમગ્ર ભારતમાં પ્રખ્યાત કરી દીધી છે. અફઘાની યુવતી વાઝમા આયુબીના ક્રિકેટ પ્રેમના લીધે ક્રિકેટ ચાહકોનું ધ્યાન તેના તરફ ન ખેંચાયું હોય તો જ કોઈને આશ્ચર્ય થાય.

Afghani girl 1 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

અફઘાનિસ્તાનના તાલિબાની શાસનમાં આ રીતે મુક્તમને રહી શકનારી અફઘાની યુવતી અંગે જાણીને કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે. વાઝમા અયુબી આ વર્લ્ડ કપના સ્ટાર આકર્ષણોમાં એક છે. અયુબી ભલે અફઘાની છે, પરંતુ તે અફઘાનિસ્તાનમાં રહેતી નથી. તે દુબઈ સ્થિત બિઝનેસવુમન છે. આમ તેનું વ્યક્તિત્વ ફક્ત ક્રિકેટ ફેન હોવા પૂરતુ જ મર્યાદિત નથી, પરંતુ બિઝનેસ, રિયલ એસ્ટેટ અને સામાજિક ક્ષેત્રમાં જબરજસ્ત વ્યક્તિત્વ છે. ભવિષ્યમાં જો અફઘાનિસ્તાનમાં મહિલાઓ રાજકારણમાં પ્રવેશી તો વાઝમા તેમનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી શકે.

Afghani girl 2 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

વાઝમા ક્રિકેટ સિવાય રિયલ એસ્ટેટથી લઈને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એથનિક ફેશન સુધીની દરેક બાબતની હિમાયત કરે છે. તેણે અફઘાનિસ્તાનની મેચો માટે કેટલાય અફઘાન ક્રિકેટ પ્રેમીઓને ફ્રી ટિકિટ પૂરી પાડી છે. આ સિવાય તેઓના ભારતમાં રોકાવવાની વ્યવસ્થા પણ કરી છે.

Afghani girl 4 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

તે ભારતીય ક્રિકેટ ટીમની પણ જબરજસ્ત પ્રશંસક છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની તે ચાહક છે. વર્લ્ડ કપમાં તે અફઘાનિસ્તાનની બધી મેચોમાં જોવા મળી છે. આ સિવાય તે વર્લ્ડકપની મેચોમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જોવા મળી છે. તેથી આગામી સમયમાં તે બોલિવૂડમાં કોઈ ફિલ્મ પ્રોડ્યુસ કરે કે કપિલ શર્માના શોમાં જોવા મળે તો આશ્ચર્ય નહી થાય.

 


આ પણ વાંચોઃ Welcome/ કોહલી અને શમીને પીરસવામાં આવ્યું ખાસ મેનુ

આ પણ વાંચોઃ Assembly Elections 2023/ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન શરૂ, નકસલ પ્રભાવિત વિસ્તારમાં સમયમર્યાદા લાગુ

આ પણ વાંચોઃ Jammu Kashmir/ કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ