પાટણના સરસ્વતી તાલુકાની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે અઘટિત માંગણીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે વિદ્યાર્થિની તાંબે ના થઈ ત્યારે આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આ મામલે ગામનો લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને આરોપીને પકડીને ઢોરમાર માર્યો હતો,અને તેને ઝાડ પર ઉંધો લટકાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે આ વિદ્યાર્થિની પર ગામના જ શખસે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હોવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાના પિતાનએ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે અમે તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ગામના લોકોમાં આક્રોશ હતો. ત્યારે આજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપીને મારમારતો હોવાનું જોવા મળી રહ્યુ છે ત્યારે આમાં જે પણ કસુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.