WHO/  વિશ્વભરમાં વધી કોરોનાની ગતિ, સંક્રમણ દર પહેલા કરતા ડબલ થયો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા નવા કેસો ચિંતા ઉભી કરી રહ્યા છે. વિશ્વમાં કેસોની ગતિ વધી રહી છે તે ચિંતાજનક છે. છેલ્લા બે મહિના દરમિયાન નવા કેસોનો સાપ્તાહિક વિકાસ દર લગભગ બમણો થયો છે.

World Trending
nitish kumar 7  વિશ્વભરમાં વધી કોરોનાની ગતિ, સંક્રમણ દર પહેલા કરતા ડબલ થયો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા નવા કેસો ચિંતા ઉભી કરી રહ્યા છે. વિશ્વમાં કેસોની ગતિ વધી રહી છે તે ચિંતાજનક છે. છેલ્લા બે મહિના દરમિયાન નવા કેસોનો સાપ્તાહિક વિકાસ દર લગભગ બમણો થયો છે.

ગયા અઠવાડિયે, વિશ્વભરમાં 4.5 મિલિયનથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઓડનોમ ઘેબરેસસે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. સંક્રમણનો આટલો દર ક્યારેય ના હતો. હવે બહુજ ઝડપથી સંક્રમણ રેસીયો વધી રહ્યો છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે.

પાપુઆ ન્યુ ગિનીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, એવા દેશોમાં પણ જ્યાં કોરોનાનું સંક્રમણ બહુજ ઓછુ હતું ત્યાં પણ હવે ચેપનું પ્રમાણ તીવ્ર છે. પાપુઆ ન્યુ ગિનીમાં આ વર્ષની શરૂઆતમાં, 900 થી ઓછા ચેપગ્રસ્ત હતા. અને માત્ર 9 પીડિત લોકોનાં મોત નીપજ્યાં.

nitish kumar 10  વિશ્વભરમાં વધી કોરોનાની ગતિ, સંક્રમણ દર પહેલા કરતા ડબલ થયો