Not Set/ હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની તપાસ માટે આપી સંમતિ

હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની તપાસ માટે આપી સંમતિ

Top Stories World
covid 8 હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની તપાસ માટે આપી સંમતિ

ચીને કોરોના વાયરસના મૂળની તપાસ માટે સંમતિ આપી છે. ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટીમને આવીને તપાસ કરવા મંજૂરી આપી છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ 14 જાન્યુઆરી, ગુરુવારે ચીનની મુલાકાત લેશે. થોડા દિવસો પહેલા ચીને વિઝા આપીને ટીમને આવવાની ના પાડી હતી. પરંતુ આજે સોમવારે ચીને કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતોનું જૂથ ગુરુવારે કોરોના વાયરસ રોગચાળાના મૂળની તપાસ માટે આવી રહ્યું છે.

રાષ્ટ્રીય આરોગ્ય પંચે સોમવારે એક જાહેરાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાંતો ચાઇનીઝ સમકક્ષો સાથે મીટિંગ કરશે, પરંતુ અન્ય કોઈ વિગતો આપી નથી. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે ડબ્લ્યુએચઓ ટીમ વુહાનની મુલાકાત લેશે કે નહિ, જ્યાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચીને હજી આ વિશે કંઇ કહ્યું નથી.

Bird Flu / દિલ્હીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, મૃત કાગડા અને બતકના 8 નમૂના પો…

Political / રસીકરણ પહેલા મહામંથન PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, ક…

ઉના / પોલ્ટ્રીફાર્મમાં પાંચ દિવસમાં 100 થી વધુ મરધાના મોત નિપજ્યા,…

ટેડ્રોસ એડનોમ ગુસ્સે થયા

અગાઉ ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમે ટીમને રોકી દેતાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ટીમને મંજૂરી આપવા માટે ચીનને ફોન કર્યો છે. ટેડ્રોસે કહ્યું કે આ સમાચારથી હું ખૂબ નિરાશ છું. તેમણે વધુમાં કહ્યું કે હું ચીનના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને મેં ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આ મિશન ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય ટીમની પ્રાથમિકતા છે.

છેલ્લી ચીન દ્વારા મુલાકત કેન્સલ કરી દેવામાં આવતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇમરજન્સી પ્રોગ્રામ્સના વડા માઇકલ રિયાને જણાવ્યું હતું કે, નિષ્ણાતો મંગળવાર સુધીમાં ત્યાં પહોંચવાના હતા, પરંતુ તેમને વિઝા સહિતની જરૂરી મંજૂરીઓ આપવામાં આવી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તે જણાવે છે કે કોરોના વાયરસના મૂળને શોધવા માટે WHO એ વૈજ્ઞાનિકોની  એક ટીમ બનાવી છે. આ ટીમ ચીનના વુહાનની મુલાકાત લેશે અને તેના મૂળની તપાસ કરશે, કારણ કે આ શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો.

નોંધનીય છે કે ગયા વર્ષે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 194 સભ્ય દેશો ધરાવતા સંચાલક મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય અને ડબ્લ્યુએચઓના પગલાઓ (કોરોના વાયરસના સંદર્ભમાં) નાં પક્ષપાત, સ્વતંત્ર અને સર્વગ્રાહી આકારણી માટે સ્વતંત્ર તપાસ કરવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. તેણે ડબ્લ્યુએચઓને પણ વાયરસના સ્રોત અને તેના માનવજાત તરફના માર્ગની તપાસ કરવા જણાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…