T20 WC 2024/ રોહિત પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, લિસ્ટમાં સામેલ 4 ખેલાડીઓ

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

Trending Sports
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 30T134500.207 રોહિત પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, લિસ્ટમાં સામેલ 4 ખેલાડીઓ

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

ફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે મોટો સવાલ એ છે કે T20 ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? આ યાદીમાં બે ખેલાડીઓના નામ પહેલા આવી રહ્યા છે.

1. શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અગાઉ IPL 2024માં ગિલ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહેશે તો તેને આગામી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

2. હાર્દિક પંડ્યા

T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. આ વર્લ્ડ કપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંડ્યાએ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે. હાર્દિક પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, તેની કેપ્ટન્સીમાં ઘણી ટી-20 સિરીઝ પણ જીતી છે. આ સિવાય હાર્દિકે IPLની ત્રણ સિઝનમાં કેપ્ટનશિપ પણ કરી છે.

3. સૂર્યકુમાર યાદવ

રોહિત બાદ T20 ટીમનો કેપ્ટન બનવા માટે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામે આવી રહ્યું છે. સૂર્યકુમાર T20 ક્રિકેટના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. ટી20 વર્લ્ડ કપમાં પણ સૂર્યાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

4. શ્રેયસ અય્યર

ટીમ ઈન્ડિયાના શાનદાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અત્યારે ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તે કેપ્ટનશિપ માટે પોતાનો દાવો પણ રજૂ કરી શકે છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી બાલટાલ પહોંચી

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને NDA ચિંતિત, બજેટથી લોકોને આર્કષવાનો પ્રયાસ

આ પણ વાંચો: અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા CM યોગીની કડક કાર્યવાહી, 6 એન્જિનિયર કરાયા સસ્પેન્ડ