Bollywood/ અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

રાખી સાવંત આજે જાણીતો ચહેરો છે, પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે ઘણી કોશિશ કરી છે. રાખીનું બાળપણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં વીત્યું છે અને તેને પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે

Trending Entertainment
raa અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

રાખી સાવંત એક લોકપ્રિય ભારતીય ડાન્સર, બોલીવુડ અભિનેત્રી અને મોડલ છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય  કન્નડ, મરાઠી, ઓડિયા, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનયની દુનિયા સિવાય રાખી સાવંતે રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો છે.

કોન્ટ્રોવર્સી ક્વીન

ra અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

વર્ષ 2014માં રાખી સાવંતે પોતાની સ્વતંત્ર રાજકીય પાર્ટી ‘નેશનલ આમ પાર્ટી’ બનાવી અને લોકસભાની ચૂંટણી લડી. જોકે, તેમની પાર્ટીને ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રાખી  ‘રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા’માં જોડાઈ ગઈ. રાખી સાવંતને કોન્ટ્રોવર્સી ક્વીન પણ કહેવામાં આવે છે. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેના  વિશે એવું કહેવાય છે કે તે હેડલાઈન્સમાં રહેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

અંબાણીના લગ્નમાં જમવાનું સર્વ કર્યુ..

rt અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

ભલે રાખી સાવંત આજે જાણીતો ચહેરો છે, પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે ઘણી કોશિશ કરી છે. રાખીનું બાળપણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં વીત્યું છે અને તેને પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. રાખી સાવંતની માતા જયા સાવંત ફિલ્મ નિર્દેશક રાકેશ સાવંત અને ભૂતપૂર્વ અભિનેત્રી ઉષા સાવંતની બહેન છે. રાખીનું બાળપણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં વીત્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે 10 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણીના લગ્નમાં જમવાનું સર્વ કરવાનું કામ પણ રાખી સાવંતે કર્યું હતું. આ કામ માટે રાખીને 50 રૂપિયા મળ્યા હતા. 11 વર્ષની ઉંમરે રાખી સાવંત દાંડિયા ઈવેન્ટમાં ભાગ લેવા માંગતી હતી, પરંતુ તેની માતા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે રાખીને મારી અને તેના વાળ કાપી નાખ્યા. આનાથી રાખી સાવંતને ખૂબ જ દુઃખ થયું અને તેણે નક્કી કર્યું કે જો તેને તેના સપના પૂરા કરવા માટે તેના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જવું પડશે તો તે જશે.

રાખી સાવંતે તેની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ અગ્નિચક્રથી કરી હતી. આ પછી રાખી સાવંતે ‘જોરુ કા ગુલામ’, ‘જીસ દેશ મેં ગંગા રહેત હૈ’, ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ જેવી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવી હતી. રાખીએ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ચુરા લિયા હૈ તુમને’માં આઈટમ સોંગ કર્યું હતું.  અને વર્ષ 2005માં વિડિયો આલ્બમ પરદેશિયામાં પણ કામ કર્યું હતું.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ

rakhi tv અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

રાખી સાવંતે ‘સુપર ગર્લ’ નામના શોથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી  પોતાનો શો ‘રાખી કા સ્વયંવર’ શરૂ કર્યો. આ શોમાં રાખી સાવંતે કેનેડિયન સ્પર્ધક ઇલેશ પરુજનવાલાને પતિ તરીકે પસંદ કર્યો હતો. જોકે બંને થોડા મહિના સાથે રહ્યા પછી અલગ થઈ ગયા. બાદમાં રાખી સાવંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પૈસા માટે ઈલેશ પરુજનવાલાને મળી હતી. આ સિવાય રાખી સાવંત બિગ બોસની પ્રથમ સિઝનમાં પણ જોવા મળી છે. તે આ શોમાં છેલ્લી ઘડી સુધી હતી, પરંતુ તે શો જીતીના શકી. એટલું જ નહીં, બાદમાં રાખી સાવંતે બિગ બોસની 14મી અને 15મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

રાખીનો પ્રથમ વિવાદ

ra mi અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

રાખી સાવંત વારંવાર વિવાદોમાં રહે છે. તે સારી રીતે જાણે છે કે કેવી રીતે તેના નિવેદનોથી મીડિયામાં હેડલાઇન્સ બનાવવી. રાખી સાવંત પહેલીવાર વિવાદોમાં ત્યારે આવી જ્યારે મીકા સિંહએ એક પાર્ટીમાં બધાની સામે તેને કિસ કરી. આ પછી રાખી સાવંતે ભારે હોબાળો મચાવ્યો હતો. ધ ગ્રેટ ખલીના કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટના પ્રમોશન દરમિયાન, રાખી સાવંતની એક અમેરિકન મહિલા રેસલર સાથે ટક્કર થઈ. આ દરમિયાન મહિલા રેસલરે રાખી સાવંતને ઊંચકીને તેની પીઠ પર તમાચો માર્યો હતો. જેના કારણે રાખી સાવંત ત્યાં બેહોશ થઈ ગઈ અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આ સિવાય રાખી સાવંતને ઋષિ વાલ્મીકિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પંજાબ પોલીસે 4 એપ્રિલ 2017ના રોજ ધરપકડ કરી હતી.

શું રાખી સાવંતે  લગ્ન કર્યા છે..?

r અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

રાખી સાવંતે પોતાના પતિનું નામ રિતેશ છે. રાખી સાવંત પોતાના પતિ રિતેશ સાથે બિગ બોસની 15મી સિઝનમાં પહોંચી હતી. રાખીનો પતિ રિતેશ બિગ બોસ પહેલા ક્યારેય મીડિયા સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે શું રાખી સાવંતે ખરેખર લગ્ન કર્યા છે કે નહીં.

રાખી સાવંતની સંપત્તિ

rakhi house અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

કહેવાય છે કે બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પાસે કુલ 37 કરોડની સંપત્તિ છે. રાખીના મુંબઈમાં જ બે બંગલા છે, જેની કિંમત કરોડોમાં આવે છે. તેમની પાસે લક્ઝરી વાહનો પણ છે જેની કિંમત લાખોમાં છે. રાખીની કમાણી વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે સ્ટેજ શોમાંથી આવે છે. આ સાથે તે ઘણી બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલી છે

ફિલ્મીયાત્રા

raaaa અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

અગ્નિચક્ર, દિલ કા સૌદા, ચૂડૈલ નંબર 1, કુરુક્ષેત્ર, જોરુ કા ગુલામ, જીસ દેશ મેં ગંગા રહેતા હૈ, એહસાસ: ધ ફીલિંગ, 6 ટીન્સ નંદિની, બદમાશ નંબર. 1, ગૌતમ ગોવિંદા, ના તુમ જાનો ના હમ, દમ, ચૂરા લિયા હૈ તુમને, ઓમ, બેડ બોયઝ, 2-ઓક્ટો, પથ, ગંભીર, પૈસા વસૂલ દિલખુશ, મસ્તી: સનમ તેરી કસમ Ms. સક્સેના, મૈં હું ના મીની, સત્ય આત ઘરત મરાઠી મુંબઈ