વિવાદ/ તેજ પ્રતાપ કેમ ગુસ્સામાં માતા રાબડી દેવીના નિવાસ્થાનેથી નીકળ્યા..

તેજ પ્રતાપ યાદવ ભાઈ તેજસ્વી યાદવને મળવા માટે તેમની માતા રાબડીના ઘરે પહોચ્યા હતા પરતું સંજય યાદવે તેમના ભાઈ સાથે વાત કરતા અટકાવ્યા હતા.

Top Stories
રાબડી

તેજ પ્રતાપ હાલ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.  બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી અને આરજેડી વચ્ચે હાલ ઘમાસાણ  ચાલી રહ્યું  છે. આ વિખવાદ  વચ્ચે લાલુ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ આરોગ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવનો ગુસ્સો સાતમા આસમાને છે. તેજ પ્રતાપે ફરી એકવાર તેમના ભાઈ તેજસ્વી યાદવ વિશે મીડિયા સામે મોટું નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં તેજ પ્રતાપ યાદવ ભાઈ તેજસ્વી યાદવને મળવા માટે તેમની માતા રાબડીના ઘરે પહોંચ્યા હતા. થોડા સમય પછી તેજ પ્રતાપ ગુસ્સામાં નીકળી ગયા. ગુસ્સામાં મીડિયાને કહ્યું કે સંજય યાદવે તેને તેના ભાઈ સાથે વાત કરતા અટકાવ્યા હતા મારા ભાઈને વાત કરવા ન દીધી. તે પછી તેઓ તેમના નિવાસસ્થાન માટે રવાના થયા હતા  હવે તેમણે જનતા દરબાર યોજવાની જાહેરાત કરી છે.

વિવાદ કેમ થયો..?

આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે બુધવારે તેજપ્રતાપના નજીકના ગણાતા આરજેડી અધ્યક્ષ આકાશ યાદવને હટાવીને આ જવાબદારી ગગનકુમારને આપી હતી. જો કે, જગદાનંદ એમ પણ કહે છે કે વિદ્યાર્થી આરજેડી પ્રમુખનું પદ ખાલી હતું, જેના આધારે નિમણૂક કરવામાં આવી છે. તેણે આકાશ વિશે મૌન પાળ્યું છે. પરંતુ આ કાર્યવાહી બાદ તેજ પ્રતાપ ગુસ્સે થઈ ગયા, આકાશને વિદ્યાર્થી આરજેડી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદથી પક્ષમાં પરસ્પર વિખવાદ વધી ગયો

તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચે વધી રહ્યું છે અંતર..?

તેજ પ્રતાપે અગાઉ કહ્યું હતું કે આકાશને નોટિસ આપ્યા વગર વિદ્યાર્થી આરજેડી અધ્યક્ષ પદેથી દૂર કરવું ખોટું છે. આ બાબત અંગે તેમણે કહ્યું કે પ્રદેશ પ્રમુખે પાર્ટી બંધારણ તોડવાનું કામ કર્યું છે. તેજ પ્રતાપના આ નિવેદન બાદ પાર્ટીમાં અંદરોઅંદરની ચર્ચાએ જોર પકડ્યું. આવી સ્થિતિમાં, હવે દરેકની નજર તેજસ્વી અને તેજ પ્રતાપ પાર્ટીમાં આ અરાજકતાને કેવી રીતે રોકે છે તેના પર હતી, પરંતુ હવે તેજસ્વી અને તેજ પ્રતાપ વચ્ચે કડવાશ છે.

મહત્વની બેઠક / કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષ પાર્ટીઓને શું કહ્યું જાણો..