Not Set/ રશિયા/ સેનાના જવાને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કેમ કર્યો..?

એક રશિયન સૈનિકે,  રશિયાના સાઇબિરીયા મિલિટરી બેઝ પર તેના સાથીદારો પર આંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આઠ સૈનિકોનાં મોત નીપજ્યાં છે. તેમજ બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મામલો શુક્રવારનો છે. અધિકારીઓના મતે આરોપી સૈનિકની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. આરોપી સૈનિકની ઓળખ રમિલ શમસુતદીનોવ તરીકે […]

World
રશિયા/ સેનાના જવાને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કેમ કર્યો..?

એક રશિયન સૈનિકે,  રશિયાના સાઇબિરીયા મિલિટરી બેઝ પર તેના સાથીદારો પર આંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આઠ સૈનિકોનાં મોત નીપજ્યાં છે. તેમજ બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મામલો શુક્રવારનો છે. અધિકારીઓના મતે આરોપી સૈનિકની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું.

આરોપી સૈનિકની ઓળખ રમિલ શમસુતદીનોવ તરીકે થઈ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આરોપી સૈનિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. નર્વસ બ્રેકડાઉનને કારણે જવાને આ ઘટનાને અંજામ આપ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે તે તેની સૈન્ય ફરજોમાં માનસિક રીતે સ્થિર નથી. સાથે બંને ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તે જોખમની બહાર છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ફાયરિંગની આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 6: 20 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે નાયબ સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી હતી. 1990 ના દાયકાથી રશિયન સૈન્યમાં પજવણી અને વધુ કામ નો ભારના કિસ્સા બન્યા છે. જેના કારણે કેટલાક સૈનિકોએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. જો કે, તાજેતરના વર્ષોમાં, આવા કિસ્સાઓમાં સુધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.