black day/ પરંતુ 2 વર્ષમાં આ કાળા દિવસ પર ફરી એકવાર ગુલાબની કાતર ચાલી છે…

આવા ઉત્સવો પાછળ ના બજારીકરણને લોકો કેમ ઓળખતા નથી?

Trending Mantavya Vishesh
rina brahmbhatt1 પરંતુ 2 વર્ષમાં આ કાળા દિવસ પર ફરી એકવાર ગુલાબની કાતર ચાલી છે...

આવા ઉત્સવો પાછળ ના બજારીકરણને લોકો કેમ ઓળખતા નથી?

વાસંતી વાયરા વાવવાનાં વધામણાં જ્યાં થાય….હવામાં ફૂલોની મહેક જ્યાં વર્તાય..પ્રકૃતિ જ્યાં સોળે શણગાર સજી ધરાને ચિત્તભ્રમ કરતી હોય તે આ ઋતુ વસન્તતોસ્તવ ની છે. ભારતની ધરા પર વસંતોત્સવ ઉજવવાની પરમ્પરા મહાદેવ યુગની શરૂઆતથી છે. ત્યારે પ્રેમનો આ ઉત્સવ તે ભારતમાં પ્રકૃત્તિદત છે. અહીં પ્રેમ પૂજાય છે.. . પ્રેમને રેપરમાં લપેટવાની પરમ્પરા આ સાંસ્કૃતિક કદાપિ ન હોઈ શકે.  પરંતુ જ્યાં વનવગડો લોકોએ મિટાવી દીધો છે. જ્યાં ખુલ્લી ધરા સ્વપ્ન બનતી ચાલી છે.  આલ્સ્ફાટની કાળી સડકો અને કોન્ક્રીંટના જંગલો વચ્ચે તેથી જ વસંત ખોવાઈ છે. અને આપણે પણ આ ખોવાયેલ વસંતના વૈભવના સ્થાપનના બદલે પશ્ચિમિયા પ્રેમનો ઉત્સવ વેલેન્ટાઈન દિવસ મનાવવા આંખો મીંચીને લાગી ગયા છીએ.

Image result for pulwama attack valentine day

આચાર, વિચાર ખોરવાયા છે. પરંપરા મૂળથી બદલાઈ રહી છે. નેચરલના બદલે ફેબ્રિકેટેડ તરફનું આપણું વાદિલું અનુકરણ આપણને એક નક્લમે અકલ કહા ની જેમ વસંતપંચમી જેવા સુંદર પ્રક્રુતિદત્ત તહેવારો ભૂલવાડી રહ્યા છે. અને ભારતના તહેવારોના બઝારીકરણે ચોકલેટ દે, ટેડી ડે, હગ ડે, કીસ ડે, જેવા સાવ આંધળા અને અનુકરણીય  લાગતા વીકની ઉજવણી કરવા બહેકાવે છે. જેમાં કયાંક માસુમ યુવતીઓને પ્રપોઝને નામે પ્રેમનું રૂપાળું નામ આપી રોઝ ડે એ ફસાવવામાં આવે છે. અન્યથા પ્રેમ કદાપિ આવા કોઈ વેસ્ટનીયા તહેવારનો મોહતાઝ નથી. પ્રેમ તે બારેમાસ ચાલતી વસંત છે. ભારતના વેદોનો ઇતિહાસ છે. પ્રેમ પવિત્ર સંબંધ છે. રાધા-કૃષ્ણ અહીં પ્રેમના પ્રતીક છે. ત્યારે આવા ઉત્સવો પાછળ ના બજારીકરણને લોકો કેમ ઓળખતા નથી? લોકોની ભાવનાનોને ઓળખી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવેલ આ એક કેમ્પેઈન છે કે જ્યાં લાખો રૂપિયાની ચોકલેટો, ટેડીઓ, કાર્ડ્સ અને કઈ ન જાણે કેટલુંય વેચાય છે.  બાકી પ્રેમ આવા કોઈ વીક નો મોહતાઝ નથી.

અને આનથી પણ વધુ આઘાતજનક બાબત તો તે છે કે, પ્રસ્તુતિકરણ નો આ દિવસ ભારત માટે કદાપિ કોઈ જ ઉત્સવનો દિવસ ન હોઈ શકે.  કેમ કે, આ દિવસ ભારત માટે ઐતિહાસિક કાળો દિવસ છે.  માંભોમના 40 જાંબાઝ વીર યોદ્ધાઓને કાવતરું રચી મોતને ઘાટ ઉતારાયા હતા. નાપાક તત્વોના હોસલા બુલંદ બન્યા હતા. સમગ્ર દેશમાં સોપો પડી ગયો હતો. અને ક્ષણિક દેશપ્રેમની હવા નું વાતાવરણ રચાયું હતું.  લોકોને ઉભરો આવ્યો હતો અને દેશપ્રેમનો જુવાળ 2-4 દિવસ તે પ્રકારે ચાલ્યો હતો કે જાણે લાગતું હતું કે, આમાંના કેટલાક યુવાનો કઈ નહીં કરે તો સૈન્યમાં જોડાવવાની નેમ જરૂર લેશે. અને માભોમના લાડકવાયાનાં મોતનો બદલો લેવા શાહિદ ભગતસિંહના પંથે ચાલશે. પરંતુ 2 વર્ષમાં આ કાળા દિવસ પર ફરી એકવાર ગુલાબ ની કાતર ચાલી છે. બલિદાનના લાલ રંગમાં પ્રેમનો રંગ ભળી વધુ ઘાટો થયો છે.

Image result for pulwama attack valentine day

જે યુવાનો માટે શરમ છે..શું દેશ સેવાનો ઠેકો આ જવાનોએ જ રાખ્યો છે? આવા ડે ની ઉજવણી ની સાથે દેશના અનેક દર્દો પણ ભળેલા છે. ત્યારે તમે કેવી રીતે આવા ડે ઉજવી નાદાનિયત કરી શકો છે. સંસ્કૃતિ પ્રધાન દેશ પર ભૂખ, તરસ અને કપડાંની અછત વચ્ચે આ રોઝ ડે અને ચોકલેટ ડે ક્યાંક લજ્જાપ્રદ છે.

હાલ કોરોના મહામારી બાદ ભુખમરાનું ચિત્ર ઓર બિહામણું બન્યું છે.  વૈશ્વિક મહામારી બાદ ઉત્પ્ન્ન ભૂખમરા પર ઉપલબ્ધ 107 દેશોની સૂચિ માં ભારત 94 માં સ્થાને છે. આર્થિક સુધારાઓના ક્રિયાન્વય પછી ના લગભગ 30 વર્ષો પછી પણ આજે અસમાનતા, ભૂખ અને કુપોષણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમછતાં આજે દુનિયાની બીજા નંબરની કુપોષિત આબાદી આજે ભારતમાં છે. આ આંકડાઓ અવાર-નવાર પ્રસિદ્ધ થતા રહે છે. પરંતુ જમીની હકીકત તે છે કે, ભૂખમરો, બેરોજગારી અને કુપોષિતોની સંખ્યા ભારતમાં ભયાનક હદે વધી રહી છે. ત્યારે આપણે અન્ય દેશોને રવાડે ચડતા પહેલા આવા ભૂખ્યા લોકોને ધ્યાનમાં રાખી એક ચેનલ બાનાવવી જોઈએ.અને અગર આવા લોકો માટે પણ કોઈ ડે ની ઉજવણી થાય તો સમગ્ર વિશ્વમાં ભારતની છબી એક સંસ્કારી, સંસ્કૃતિ અને એક જાગૃત પ્રજા તરીકેની પડે.  બાકી નકલ તે કોઈ ચારિત્ર્યવાન દેશની પ્રજા માટે કદાપિ ગૌરવનો વિષય ન જ હોય.

@રીના બ્રહ્મભટ, કટાર લેખક.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ