Not Set/ શા માટે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે ફાંસી..? જાણો કારણ..?

વર્ષ 1983માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ‘રેરેસ્ટ ઓફ ધ રેયર’ એટલે કે ગંભીર અને ઘૃણાસ્પદ કેસ માટે જ ફાંસીની સજા થશે. ફાંસીની સજા વર્ષ ૨૦૧૨માં કોર્ટ દ્વારા નિર્ભયા કેસને પણ આ કેટેગરીને લઈને ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ચાલો જાણીએ કે, ભારતમાં ફાંસીના શું છે […]

Top Stories India
f2 શા માટે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે ફાંસી..? જાણો કારણ..?

વર્ષ 1983માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ‘રેરેસ્ટ ઓફ ધ રેયર’ એટલે કે ગંભીર અને ઘૃણાસ્પદ કેસ માટે જ ફાંસીની સજા થશે. ફાંસીની સજા વર્ષ ૨૦૧૨માં કોર્ટ દ્વારા નિર્ભયા કેસને પણ આ કેટેગરીને લઈને ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ચાલો જાણીએ કે, ભારતમાં ફાંસીના શું છે નિયમ. આ આખી પ્રક્રિયામાં જેલરથી લઈ ફાંસી આપનાર જલ્લાદનો શો રોલ હોય છે. અને ફાંસી આપતી વખતે જલ્લાદ આરોપીના કાનમાં શું કહે છે.

ફાંસી શા માટે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે ફાંસી..? જાણો કારણ..?

ફાંસીની સજા ફાઈનલ થયા બાદ ડેથ વોરંટની રાહ જોવાય છે. દયા અરજી નકારાયા  બાદ આ વોરંટ ગમે ત્યારે આવી શકે છે. વોરંટમાં ફાંસીની સજા અને સમય લખેલ હોય છે. મૃત્યુદંડ પછી કેદીની સાથે આગળની કાર્યવાહી જેલ મેનુઅલના હિસાબથી થાય છે. દરેક રાજ્યનો પોતાનો અલગ જેલ મેનુઅલ હોય છે. કોઈને પણ ફાંસી આપતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

f3 શા માટે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે ફાંસી..? જાણો કારણ..?

તે સિવાય ફાંસીની સજા અધૂરી માનવામાં આવે છે. નિયમોનું પાલન કર્યા વગર ફાંસીની સજા અધૂરી માનવામાં આવે છે. ડેથ વોરંટ આવ્યા બાદ કેદીને જણાવામાં આવે છે કે તેને ફાંસીની સજા થવાની છે. જો કેદી જે જેલમાં છે તેમાં ફાંસીની સજાની વ્યવસ્થા નથી તો તેને ડેથ વોરંટ આવ્યા બાદ નવી જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. ફાંસી સીઝન પ્રમાણે અલગ અલગ સમય હોય છે.  સવારે 6,7 અને 8 પરંતુ હંમેશાં સવારનો સમય જ હોય છે.

f1 શા માટે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે ફાંસી..? જાણો કારણ..?

તેની પાછળનું કારણ છે કે બીજા કેદી સૂઈ રહેલા હોય છે અને જેને ફાંસી થવાની છે તેને આખો દિવસ રાહ નથી જોવી પડતી. સાથે પરિવાર વાળાને અંતિમ સંસ્કાર માટે દિવસનો સમય મળે. કેદીના પરિવારને ફાંસીના 10-15 દિવસ પહેલા જાણ કરવામાં આવે છે, જેનાથી છેલ્લી વાર કેદીને મળી શકે. કેદીનું પૂરેપૂરું ચેકિંગ કરવામાં આવે છે, અને તેને બાકીના કેદી કરતા અલગ રાખવામાં આવે છે. સવારે-સવારે સુપ્રીટેન્ડેંટની નજર હેઠળ કેદીને ફાંસીના રૂમમાં લાવે છે, ફાંસીના સમયે જલ્લાદ ઉપરાંત ત્રણ અધિકારી હાજર હોય છે.

તેમાં જેલ સુપ્રીટેંડેંટ, મેડિકલ ઓફિસર અને મેજિસ્ટ્રેટ.  સુપ્રીટેંડેંટ ફાંસીની સજા પહેલા મેજિસ્ટ્રેટને જણાવે છે કે મેં કેદીની તપાસ કરી લીધી છે અને તેને ડેથ વોરંટ વાંચીને સંભળાવી દીધું છે. ડેથ વોરંટ પર કેદીની સહી હોય છે. ફાંસી પહેલા કેદીને સ્નાન કરાવી નવા કપડાં પણ પહેરાવામાં આવે છે. જેના પછી તેને ફાંસીનો ગાળીયો પહેરાવામાં આવે છે, અને ફાંસી આપ્યા પહેલા તે વ્યક્તિની છેલ્લી ઈચ્છા પુછવામાં આવે છે. જેમાં પરિવાર સાથે મળવું જેવી ઈચ્છા સામેલ હોય છે. જેને ફાંસી આપવામાં આવે છે તે સમયે સાથે માત્ર જલ્લાદ જ હોય છે. અને તેમાં સૌથી મુશ્કેલી વાળું કામ જલ્લાદનું જ હોય છે. ફાંસી આપતા પહેલા જલ્લાદ અપરાધીના કાનમાં કંઈક બોલે છે જેના પછી ચબૂતરા પર લાગેલું લીવર ખેંચે છે. અને જલ્લાદ કાનમાં કહે છે કે હિન્દુઓને રામ રામ, મુસ્લિમોને સલામ. હું મારું કામ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.