MANTAVYA Vishesh/ સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશન 10 મહિનાનું તો ફી 12 મહિનાની કેમ?

ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશન બહુ મહત્વનો મુદ્દો છે. તેમા બે મહિનાનું વેકેશન હોવા છતાં પણ સ્કૂલો વાહનો પાસેથી ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે. વાલીઓની આ જ મુખ્ય ફરિયાદ છે. સ્કૂલો અભ્યાસની ફી તો વસૂલે જ છે, પરંતુ તે વેકેશનના બે મહિના ટ્રાન્સપોર્ટેશન બંધ હોવા છતાં પણ તેની ફી વસૂલે છે. તેના કારણે વાલીઓ પરના આર્થિક બોજામાં વધારો થાય છે.

Mantavya Vishesh

ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશન બહુ મહત્વનો મુદ્દો છે. તેમા બે મહિનાનું વેકેશન હોવા છતાં પણ સ્કૂલો વાહનો પાસેથી ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે. વાલીઓની આ જ મુખ્ય ફરિયાદ છે. સ્કૂલો અભ્યાસની ફી તો વસૂલે જ છે, પરંતુ તે વેકેશનના બે મહિના ટ્રાન્સપોર્ટેશન બંધ હોવા છતાં પણ તેની ફી વસૂલે છે. તેના કારણે વાલીઓ પરના આર્થિક બોજામાં વધારો થાય છે. તેમણે ચાર હજારથી છ હજાર રૂપિયા ભરવામાં આવે છે.

અહીં આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર પાસે સ્કૂલ વાહનોના ટ્રાન્સપોર્ટેશનની ફી અંગેની કોઈ નીતિ જ નથી. આ અંગે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે આગામી વર્ષે આ નીતિ લાવીશું. આમ તંત્રએ સ્કૂલ વાહનોની ટ્રાન્સપોર્ટેશન ફી મુદ્દે ફરી પાછું એક વર્ષ સુધી શાળા સંચાલકોની મનમાની પર રહેવાનો સમય આવ્યો છે.

અમદાવાદમાં ખાનગી સ્કૂલોની ટ્રાન્સપોર્ટેશન ફી મહિને રૂ.1,500થી રૂ.3,000 અથવા તો તેનાથી પણ વધારે છે. બાળકો સ્કૂલમાં દસ મહિના જાય છે, પરંતુ શાળા સંચાલકો આખા વર્ષની ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે. આને લઈને વાલીઓમાં જબરદસ્ત અસંતોષ છે. તેનાથી વિપરીત સરકાર દ્વારા સરકારી સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશન ફી માટે આપવામાં આવતી ફી વાન માલિકોને દિવસ મુજબ આપવામાં આવે છે. તેમા સરકાર પાછી વિદ્યાર્થી દીઠ રૂ. 600 ચૂકવે છે, આમ સરકારે પોતાની ચૂકવવાની ફી તો નક્કી કરી લીધી, પરંતુ આ મુદ્દે વાલીઓને રાહત થાય તેવા કોઈ પગલાં તેણે ભર્યા નથી.

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં પણ આ જ વિવાદ ચગ્યો હતો. ગુજરાતની જેમ અહીં પણ સ્કૂલો બાર મહિનાની ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલતી હતી. આની સામે વાલીઓના ભારે વિરોધના પગલે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ બસના ટ્રાન્સપોર્ટેશન મુદ્દે કમિટી બનાવી છે. આ કમિટી હવે સ્કૂલો દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સપોર્ટેશન ફીની સમીક્ષા કરશે.

વાલીઓની દલીલ છે કે હવે અમે દસ મહિના જે સગવડનો ઉપયોગ કરીએ છીએ તો તેની બાર મહિનાની ફી કેમ ભરીએ. જ્યારે શાળા સંચાલકો અહીં પણ અભ્યાસક્રમનો નિયમ લાગુ પાડે છે. તેઓનું કહેવું છે કે જો શાળાકીય અભ્યાસક્રમની બાર મહિનાની ફી વસૂલાતી હોય તો પછી સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની ફી પણ કેમ ન વસૂલાય. શાળામાં પણ બે મહિનાનું વેકેશન હોય છે, પરંતુ તેની આખા વર્ષની ફી વસૂલાય છે. આમ શાળાના સંચાલકો સ્કૂલ ફીના આધારે ટ્રાન્સપોર્ટેશન ફી પણ બાર મહિનાની વસૂલે છે.

હવે આ મુદ્દો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદનો વિષય બની ગયો છે. વાલીઓને દસ મહિનાની જ ફી ચૂકવવી છે અને શાળા સંચાલકોને બાર મહિનાની ફી વસૂલવી છે.

આ સિવાય ગયા વર્ષે આરટીઓએ સ્કૂલ વાન અને રીક્ષાચાલકો પર કડકાઈ દાખવીને નિયમોનું અમલીકરણ કરાવતા તેઓએ ફીમાં પણ વધારો કર્યો હતો. આ અંગે સ્કૂલ વર્ધી એસોસિયેશનનો દાવો હતો કે આરટીઓના નિયમોના કારણે અમારે 50 હજાર રૂપિયા જેટલો ખર્ચો થયો છે, તેના લીધે સ્કૂલ વાન વર્ધી એસોસિયેશન અને રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેમા પ્રતિ કિ.મી.એ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો પણ વાલીના માથે ઝીંકાયો છે.

  

આ અંગે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે વાલીઓ જે સગવડોનો ઉપયોગ કરતાં નથી તેની ફી સ્કૂલો ન લઈ શકે. જો કે આ બાબતને લઈને વાલીઓની ફરિયાદ હજી સુધી અમારી પાસે આવી નથી.  આ બધી બાબતો હવે પોલિસી આવશે ત્યારે વધુ સ્પષ્ટ થઈ જશે.

આ અંગે સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સ્કૂલોનો ખર્ચ વાર્ષિક હોય છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન ફરજિયાત નથી. દરેક વાલી ઇચ્છે તો જ તેણે ટ્રાન્સપોર્ટેશનની સગવડ લેવાની હોય છે. વાલીઓ પોતાની રીતે પણ બાળકોને મૂકવા જઈ શકે છે. આમ શાળા સંચાલક મંડળના પ્રમુખે ઠીકરુ બધુ વાલીઓના માથે જ ફોડ્યું છે.

 

હવે તેઓ પણ જાણે છે કે પતિપત્ની બે જણ નોકરી કરતાં હોવાથી તેમના માટે બાળકોને સ્કૂલે મૂકવા જવું શક્ય નથી, તેથી જ તો વાન બંધાવે છે. હવે કંઈ એવું કમાતા નથી કે અલગથી બીજી કોઈ વ્યક્તિને બાળકને લેવા મૂકવા રાખે. આમ શાળા સંચાલકો હાલમાં વાલીઓ પાસેના વિકલ્પના અભાવનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને વાલીઓની પણ લાચારી છે કે તંત્ર જ્યાં સુધી નીતિ બનાવશે નહીં ત્યાં સુધી તેઓએ શાળા સંચાલકોની દાદાગીરીનો ભોગ બનવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !