Not Set/ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે  કેમ ફોટોગ્રાફરોથી દુર ભાગી રહ્યાં છે..?

મુંબઇ, આજકાલ બોલીવુડ માર્કેટમાં બે યંગસ્ટર હોટ ચાલી રહ્યાં છે..કાર્તિક આર્યન અને અનન્યા પાંડે.બંને જ્યાં જાય છે ત્યાં પાપારાઝી ફોટોગ્રાફર તેમની પાછળ પાછળ ફર્યા કરતાં હોય છે.કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ […]

Trending Entertainment
745248 kartik ananya news date mai કાર્તિક આર્યન અને અનન્યા પાંડે  કેમ ફોટોગ્રાફરોથી દુર ભાગી રહ્યાં છે..?

મુંબઇ,

આજકાલ બોલીવુડ માર્કેટમાં બે યંગસ્ટર હોટ ચાલી રહ્યાં છે..કાર્તિક આર્યન અને અનન્યા પાંડે.બંને જ્યાં જાય છે ત્યાં પાપારાઝી ફોટોગ્રાફર તેમની પાછળ પાછળ ફર્યા કરતાં હોય છે.કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એક બીજા સાથે ડેટ પર છે.

હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે. હવે ફરી એક વાર બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા છે. હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે.

જો કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. હવે પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે. એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે.

કાર્તિક એક દિવસ પહેલા પણ જસ્ટીન બીબર ટીશર્ટમાં તે નજરે પડ્યો હતો. જો કે તે એ વખતે ચહેરો છુપાતો દેખાઇ રહ્યો ન હતો. સુત્રોએ કહ્યુ છે કે ફિલ્મમાં તે નવા લુકમાં નજરે પડનાર છે.

ફિલ્મોની વાત કરીએ તો  કાર્તિક હાલમાં લુકા છુપી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે કૃતિ સનુન નજરે પડનાર છે.

બીજી બાજુ અનન્યા કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કામ કરી રહી છે. જેમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. આ ફિલ્મ ૧૦મી મે ૨૦૧૯ના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે