Not Set/ કેમ નીતિન પટેલે કોંગ્રેસનાં ધારાસભ્યોને કહ્યા “પાપી”, જાણો પૂરી વાત

“ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો. ગુજરાતના 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. તેમને દેવાદાર કહેનારા શું સાબિત કરવા માંગે છે? રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. ખેડૂતોની આ હાલની ખરી જવાબદાર કોંગ્રેસ છે. તમારે(કોંગ્રેસ)નાં પાપે ખેડૂતો દુ:ખી છે” આ મતલબનાં વિધાનો છે ગુજરાતનાં નાયબ […]

Top Stories Gujarat
nitin 1527266218 2 કેમ નીતિન પટેલે કોંગ્રેસનાં ધારાસભ્યોને કહ્યા "પાપી", જાણો પૂરી વાત

“ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો. ગુજરાતના 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. તેમને દેવાદાર કહેનારા શું સાબિત કરવા માંગે છે? રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. ખેડૂતોની આ હાલની ખરી જવાબદાર કોંગ્રેસ છે. તમારે(કોંગ્રેસ)નાં પાપે ખેડૂતો દુ:ખી છે” આ મતલબનાં વિધાનો છે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને રાજ્યનાં નાણામંત્રી નીતિન પટેલનાં..

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્રારા ખેડૂત દેવામાફી વિઘેયક રજૂ કરતા તેની ચર્ચામાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.

NITIN Patel કેમ નીતિન પટેલે કોંગ્રેસનાં ધારાસભ્યોને કહ્યા "પાપી", જાણો પૂરી વાત

રાજ્ય વિધાનસભામાં 2018ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અગાઉ યુ.પી.એ. સરકારે રૂ.72 હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે? એવો વેધક સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે.

નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે. કેટલાંક લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, એવી માર્મિક ટકોર કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય.

rupani nitin patel pti કેમ નીતિન પટેલે કોંગ્રેસનાં ધારાસભ્યોને કહ્યા "પાપી", જાણો પૂરી વાત

ગુજરાતના 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આવા નિષ્ઠાવાન ખેડૂતોને દેવાદાર કહીને બદનામ કરનારાઓએ રાજ્યના ખેડૂતોના હિતમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, ગુજરાતના પ્રમાણિક ખેડૂતો પ્રતિ વર્ષ રૂા.45 હજાર કરોડથી વધુનું ટૂંકી મુદતનું ધિરાણ લે છે અને 95 % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…….. 

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ 2014-15માં જે ધિરાણ લીધી હતું તે 89.60 % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ 2015-16માં 95.87% ધિરાણ, વર્ષ 2016-17માં 98.64 ટકા, વર્ષ 2017-18માં 94.61 ટકા તથા વર્ષ 2018-19માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી 95.70 ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઇ કર્યુ હતું. આવા નિષ્ઠા ધરાવતા ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને શુ કામ બદનામ કરવામાં આવે છે એ મને સમજાતું નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને કૃષિલક્ષી સુવિધા અને ધિરાણ સુવિધા સમયસર મળી રહે અને કૃષિ વિકાસ લક્ષી વાતાવરણ સર્જાય તો મહેનતું ખેડૂતોની આર્થિક સ્થિતિ આપોઆપ સુધરે અને કોઇ ખેડૂતની આર્થિક સ્થિતિ કથળે નહી તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું.

 

આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.