રાજકીય/ કેન્દ્રીય મંત્રી શેખાવત કેમ એસડીએમ પર થયા કેમ ગુસ્સે..જાણો કારણ..

જોધપુરના કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત આજે એક દિવસની મુલાકાતે જોધપુરમાં હાજર હતા. આ દરમિયાન કલેક્ટર કચેરીના DRDO હોલમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી

Top Stories India
5 28 કેન્દ્રીય મંત્રી શેખાવત કેમ એસડીએમ પર થયા કેમ ગુસ્સે..જાણો કારણ..

જોધપુરના કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત આજે એક દિવસની મુલાકાતે જોધપુરમાં હાજર હતા. આ દરમિયાન કલેક્ટર કચેરીના DRDO હોલમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. તે દરમિયાન કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ કેમ્પસમાં હાજર એક SDMને ઠપકો આપ્યો હતો. એક કાર્યક્રમમાં પાલી લોકસભા મતવિસ્તારના ભોપાલગઢ એસડીએમ હવાઈ સિંહ યાદવે પૂર્વ સાંસદ બદ્રીરામ જાખડના વખાણ કર્યા અને કહ્યું, ‘અમારા ભૂતપૂર્વ સાંસદો અમારા વર્તમાન સાંસદો કરતાં વધુ સક્રિય છે. આપણી પાસે આવા સાંસદો હોવા જોઈએ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારપછી જેમ આજે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને પાલીના સાંસદ પીપી ચૌધરીએ એસડીએમને જોયા તો તેમને પૂછપરછ કરતા કહ્યું, ‘તમે વહીવટી અધિકારી છો, સરકાર તો આવતી અને જતી રહેશે. તમારે 20 વર્ષ કામ કરવું પડશે, તમે આવી બયાનબાજી કેમ કરો છો. આ સાથે જ તેમણે એસડીએમને પૂછ્યું કે, ‘તમે સાંસદ વિશે કેવી રીતે બોલ્યા, જો તમારે રાજનીતિ કરવી હોય તો નોકરી છોડીને રાજનીતિ કરો.’

આજે, જોધપુર જિલ્લા વિકાસ અને સંકલન નિરિક્ષણ સમિતિ દિશાની આ પ્રથમ બેઠક કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મીટિંગ શરૂ થતાં જ પાલીના સાંસદ પીપી ચૌધરીએ એસડીએમ યાદવને સવાલ કરવા લાગ્યા હતા કે શેખાવતે તેમને રોક્યા અને બોલવાનું શરૂ કર્યું. શેખાવતે કહ્યું ‘સાંસદ પર ટિપ્પણી કરવાનો અધિકાર કોણે આપ્યો?’ તેમણે એસડીએમને કહ્યું, ‘સરકાર કાયમી નથી. આ સરકાર પણ બદલાશે. તમારે વીસ વર્ષ કામ કરવું પડશે. જો તમે અધિકારી છો તો બંધારણ પ્રમાણે કામ કરો. અધિકારી કોઈપણ પક્ષના નથી.

સાંસદ પીપી ચૌધરીએ પૂછ્યું, ‘શું તમે કોઈ પક્ષ સાથે નિષ્ઠા ધરાવો છો? જયારે કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ કહ્યું કે તેમની સામે તપાસ કરવામાં આવશે. તેના પર ચૌધરીએ કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ દરમિયાન એસડીએમ યાદવ માફી માંગતા જોવા મળ્યા હતા.