ડાયાબિટીસ એ વૈશ્વિક જાહેર આરોગ્ય સમસ્યા છે. સમગ્ર વિશ્વમાં આ રોગના દર્દીઓ મોટી સંખ્યામાં છે. ડાયાબિટીસનો રોગ સમયની સાથે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તે શરીરના લગભગ કોઈપણ અંગને પ્રતિકૂળ અસર કરી શકે છે. ડાયાબિટીસ વિશે જાગૃતિ વધારવા માટે દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ’ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ નિમિત્તે અમે આપના માટે આવી માહિતી લઈને આવ્યા છીએ, જે તમને ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણોને ઓળખવામાં મદદ કરશે.
દર વર્ષે વિશ્વ ડાયાબિટીસ દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. આ થીમ IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા સેટ કરવામાં આવી છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2021-23 ની થીમ છે ‘ડાયાબિટીસ સંભાળની ઍક્સેસ, જો અત્યારે નહીં, તો ક્યારે?’ છે. આ સાથે વર્ષ 2007માં યુએનમાં ઠરાવ પસાર કરીને ડાયાબિટીસ અભિયાન માટે લોગો જારી કરવામાં આવ્યો હતો. લોગો વાદળી રંગનો છે, જે વૈશ્વિક ડાયાબિટીસ સમાજની એકતાને દર્શાવે છે.

આ પણ વાંચો ;ભારત સુરક્ષા મોરચે મજબૂત બન્યું / રશિયા દ્વારા ભારતમાં S-400ની સપ્લાય શરૂ કરાઈ
વિશ્વ ડાયાબિટીસ દિવસના ઇતિહાસ વિષે જાણો
14 નવેમ્બરનો દિવસ ખાસ કરીને ડાયાબિટીસ સંબંધિત જાગૃતિ અભિયાન માટે પસંદ કરવામાં આવ્યો છે. વિશ્વ ડાયાબિટીસ દિવસની શરૂઆત 1991માં થઈ હતી. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ડાયાબિટીસને કારણે વધતા સ્વાસ્થ્ય જોખમનું મૂલ્યાંકન કર્યું હતું. આ પછી વિશ્વ ડાયાબિટીસ દિવસ શરૂ થયો. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2006 માં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ પસાર થવા સાથે સત્તાવાર સંયુક્ત રાષ્ટ્ર દિવસ બન્યો.
તે દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે સર ફ્રેડરિક બેન્ટિંગનો જન્મ થયો હતો. તેમણે ચાર્લ્સ બેસ્ટ સાથે 1922 માં ઇન્સ્યુલિનની શોધ કરી. WDD એ વિશ્વનું સૌથી મોટું ડાયાબિટીસ જાગૃતિ અભિયાન છે, જે 160 થી વધુ દેશોમાં વૈશ્વિક સ્તરે 1 અબજથી વધુ લોકો સુધી પહોંચે છે.

આ પણ વાંચો ;વિશ્લેષણ / નાપાક ચેષ્ટા સામે ભારતીય રાજપુરૂષો મૌન કેમ ?
