Not Set/ વિધવા માતાએ પૈસા ન આપતા ઘરમાં ઢસડી, પાઈપો મારી અને જાનથી મારી નાખવાની આપી ધમકી

વિધવા માતાએ પૈસા ન આપતા ઘરમાં ઢસડી, પાઈપો મારી અને જાનથી મારી નાખવાની આપી ધમકી

Ahmedabad Gujarat Trending
વ૧ 27 વિધવા માતાએ પૈસા ન આપતા ઘરમાં ઢસડી, પાઈપો મારી અને જાનથી મારી નાખવાની આપી ધમકી

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલાએ પોતાના સગા ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ અનુસાર તેના ભાઈ જીગર પુરાણીએ 55 વર્ષની વિધવા માતા પાસે 10, 000 રૂપિયાની માગણી કરી હતી, જે ન મળતા ઘરમાં તોડફોડ કરી જે બાદ માતા તથા બહેનને ઈજાગ્રસ્ત કરી હતા. આટલું જ નહીં હેવાન દીકરાએ માતાને તૂટેલા કાચ પર હાથ પકડીને ઢસડી હતી. જેથી તેમને શરીરમાં ઈજાઓ પહોંચી હતી.

વિગતવાર ઘટનાની વાત કરીયે તો વેજલપુરની ઉદય સોસાયટીમાં રહેતી ચૈતાલી શ્રીમાળી નામની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિનું ત્રણ મહિના અગાઉ હાર્ટ એટેકથી નિધન થયુ હતું. તેના પિતાનું પણ ત્રણ મહિના પહેલા બીમારીથી મોત થઈ ગયું હતું. જેથી માતા મધુબેન પુરાણી દીકરા જીગર સાથે એકલા રહેતા હતા. રવિવારે ચૈતાલીને માતાના પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે, જીગર તેની માતા સાથે મારપીટ કરી રહ્યો છે.

વ૧ 28 વિધવા માતાએ પૈસા ન આપતા ઘરમાં ઢસડી, પાઈપો મારી અને જાનથી મારી નાખવાની આપી ધમકી

જીગરે રવિવારે સવારે તેની માતા મધુ પાસે 10,000 રૂપિયા બળજબરીથી કઢાવી ગયો હતો. જે બાદ ફરીથી તેણે બીજા 10,000 રૂપિયાની માગણી કરતા માતાએ તેને પૈસા ન હોવાથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી ગુસ્સે થઈ ગયેલા જીગરે તેમની સાથે ઝઘડો શરૂ કરી દીધો અને ઘરનું ફર્નિચર લોખંડની પાઈપથી તોડવા લાગ્યો. જ્યારે ચૈતાલીએ ત્યાં જઈને ભાઈને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ઘરની બારીના કાચ તોડવાનું શરૂ કરી દીધું. જીગરે આટલેથી ન અટકીને માતાને પણ લોખંડની પાઈપ મારવાનું શરૂ કરી દીધું. એવામાં બહેન માતાને બચાવવા જતા જીગરે તેને ધક્કો માર્યો હતો. જેથી તેને હાથમાં ઈજા પહોંચી હતી.

જીગરે ઘરમાં પડેલા બારીના તૂટેલા કાચના ટૂકડાઓ પરથી માતાને હાથ પકડીને ઢસડી હતી, જેથી તેમને ઈજાઓ પહોંચતા લોહી નીકળવા લાગ્યું અને તેઓ બેભાન થઈ ગયા. બાદમાં પાડોશીઓએ 108ને ફોન કરીને બોલાવી માતા – દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાંથી તેમણે બાદમાં જીગર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.