Not Set/ પતિને બદનામ કરવા પત્નીએ કર્યું આવું કામ, ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડ્યો

સુરતના ભટાર રોડ પર રહેતા યુવકની ઉંમર 30 વર્ષ છે. તે રિંગરોડ માર્કેટમાં કાપડનો ધંધો ધરાવે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન રિંકુ ખત્રી નામની યુવતી સાથે થયા હતા

Gujarat Surat
A 328 પતિને બદનામ કરવા પત્નીએ કર્યું આવું કામ, ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડ્યો

સુરતમાં પતિ પતિના સામાન્ય ઝગડામાં પત્ની રિસાઈને પિયર જતી રહી જેને લઈને ઝગડો વધી જતા છૂટાછેડા સુધી વાત પોંહચી ગઈ હતી. જોકે, આ મામલે પરિણીતાને પતિ પર ગુસ્સો આવ્યો અને પતિના નામે 3 જેટલા ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં પતિના  બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કર્યા હતા.

સુરતના ભટાર રોડ પર રહેતા યુવકની ઉંમર 30 વર્ષ છે. તે રિંગરોડ માર્કેટમાં કાપડનો ધંધો ધરાવે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન રિંકુ ખત્રી નામની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ ચાલતો હતો. જેને કારણે બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. આ કારણે પત્ની ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી.

આ પણ વાંચો :દવા લેવાના પણ પૈસા નથી, હે ઈશ્વર મારા છોકરાવની લાજ રાખજે કહી ખેડૂતે મોત વ્હાલું  

સતત ઝઘડાને કારણે લગ્નજીવન છૂટાછેટા સુધી પહોંચી ગયુ હતું. પરંતુ આ વચ્ચે રિંકુએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અને પતિને સબક શીખવાડવા તેના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. પત્નીએ સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. પતિ ફોટોગ્રાફ અને મેસેજ જોઇ ચોંક્યો હતો. ત્યારે તેણે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી ત્યારે પત્ની સામે શંકા વ્યક્ત કરી હતી.

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા. જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા. બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો :રાજકોટનો આ યુવક 5 મહિનાથી પીડાય રહ્યો છે બ્લેક ફંગસથી, 6 વખત કરાવી સર્જરી, હવે 7 મી તૈયારી

પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા  તેની વાત સાંભળીને એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મહિલા અન્ય કોઈ નહિં પણ આ વેપારીની  M.A.ભણેલી 29 વર્ષીય પત્ની જ આરોપી નીકળી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બોગસ ડૉકટરને પકડયો

kalmukho str 22 પતિને બદનામ કરવા પત્નીએ કર્યું આવું કામ, ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડ્યો