Not Set/ ઇસ્લામાબાદમાં સ્વતંત્રતા દિવસ પર અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્નીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પર આજે અલગાવવાદી નેતા મુહમ્મદ યાસીન મલિકની પત્ની મશાલ મલિકે ઇસ્લામાબાદમાં લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ધ્વજવંદનમાં પણ ભાગ લીધો હતો. પાકિસ્તાનના મીડિયામાં આ સમાચાર સામે આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના અધ્યક્ષ મોહમ્મદ યાસીન મલિક આતંકી ભંડોળના કેસમાં તિહાડ જેલમાં બંધ છે. યાસીન […]

Top Stories India

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પર આજે અલગાવવાદી નેતા મુહમ્મદ યાસીન મલિકની પત્ની મશાલ મલિકે ઇસ્લામાબાદમાં લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ધ્વજવંદનમાં પણ ભાગ લીધો હતો. પાકિસ્તાનના મીડિયામાં આ સમાચાર સામે આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના અધ્યક્ષ મોહમ્મદ યાસીન મલિક આતંકી ભંડોળના કેસમાં તિહાડ જેલમાં બંધ છે.

યાસીન મલિક બીમાર હોવાનું સામે આવ્યું હતું. જેને જેલ પ્રશાસન દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું.  વહીવટીતંત્રે કહ્યું હતું કે યાસીનની તબિયત અંગે વિવિધ અફવાઓ ખોટી છે. દરમિયાન, યાસીન મલિકની પત્ની મશાલ હુસેને એક વીડિયો સંદેશ આપ્યો હતો, અને જેલમાં તેના પતિની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ વીડિયોમાં, મલિકની પત્નીએ દાવો કર્યો હતો કે તેમની તબિયત લથડતી રહી છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યાસીન જમ્મુના અલગાવવાદી નેતાનો એક મુખ્ય ચહેરો છે. આ પછી જેલ પ્રશાસને યાસીનની તબિયત અંગે નિવેદન જારી કરતાં કહ્યું કે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી. યાસીન ઠીક છે.

કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગાવવાદી જૂથોને ભંડોળ પૂરું પાડવા બદલ યાસિન મલિકને 10 એપ્રિલના રોજ ધરપકડ કરી ને જમ્મુ કાશ્મીરની ભલવાલ જેલમાં રાખ્યો હતો. બાદમાં એનઆઈએની વિશેષ અદાલતે તપાસ એજન્સીને તેની કસ્ટડીમાં પૂછપરછ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ મલિકને દિલ્હી લાવવામાં આવ્યો હતો.

જેકેએલએફ પર આતંકવાદી ગતિવિધિઓને ટેકો આપવાનો અનેક વખત આરોપ મૂકવામાં આવ્યો છે. હવાઈ દળના ચાર અધિકારીઓની હત્યા અને મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ સહિત અનેક એફઆઈઆર નોંધાઈ છે. આ સંગઠન આતંકવાદને પ્રોત્સાહન આપવા ગેરકાયદેસર ભંડોળ પૂરું પાડવા માટે જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.