Not Set/ હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકી, પરિણીતાનો મળ્યો મૃતદેહ

અજિતગઢના નવદંપતિની સ્વીફ્ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું છે.

Gujarat Others
કેનાલમાં

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની સ્વીફ્ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિનો હજુ સુધી પતો મળ્યો ન હોય સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ છે.આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો : અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર( આહીર)ઉંમર વર્ષ 22 અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલ ભાઈ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી સ્વીફ્ટ કારમાં માળીયા તરફ જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની સ્વીફટ કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો હાલ કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે જોકે હાલમાં મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે રાહુલભાઈ ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

a 74 હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકી, પરિણીતાનો મળ્યો મૃતદેહ

આ પણ વાંચો : ઉત્તરાયણની રાતે ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત

વધુમાં બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા છે અને હાલ રાહુલભાઈની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 10 હજારથી વધુ કેસ નોંધાયા

આ પણ વાંચો : રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના